શોધખોળ કરો
ઇસ્લામ બહુ પાછળથી આવ્યો, બધા હિંદુઓમાંથી કન્વર્ટ થયાઃ ગુલામ નબી આઝાદ
Jammu Kashmir: હિન્દુ-મુસ્લિમ વિવાદ પર એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે 600 વર્ષ પહેલા તમામ કાશ્મીરીઓ પંડિત હતા, બાદમાં બધાએ પોતાનો ધર્મ બદલી નાખ્યો.

ગુલામ નબી આઝાદ ( Image Source : PTI )
Source : PTI
Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીર (એકિકૃત)ના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે રાજ્યની વસ્તીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ ઘણો જૂનો છે. ઇસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો હતો અને 600 વર્ષ પહેલા બધા કાશ્મીરીઓ પંડિત હતા. તેમણે કહ્યું કે બધા હિંદુઓમાંથી જ કન્વર્ટ થયા છે.
આઝાદે કહ્યું, આપણા ભારતમાં હિંદુ ધર્મ ઇસ્લામ કરતા ઘણો જૂનો છે. ઇસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો હતો. અહીં બધાએ હિંદુ ધર્મ છોડી દીધો છે. આપણું શરીર ભારત માતાની માટીમાં ભળી જાય છે, તો ક્યાં હિંદુ અને ક્યાં મુસ્લિમ. અહીંની માટીમાં બધું જ જોવા મળે છે.
વધુ વાંચો





















