Israel: વિદેશમંત્રી જયશંકરે કહ્યુ- 'પેલેસ્ટાઇનના મુદ્દાનું સમાધાન જરૂરી પરંતુ આતંકવાદ સ્વીકાર્ય નથી'
હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે આતંકવાદ અસ્વીકાર્ય છે પરંતુ તેની સાથે જ પેલેસ્ટાઈન મુદ્દાનું સમાધાન પણ જરૂરી છે. વિદેશ મંત્રીએ રોમમાં સંયુક્ત સત્રમાં આ ટિપ્પણી કરી હતી. નોંધનીય છે કે હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.
"Terrorism is unacceptable, but there has to be solution for Palestinian issue": Jaishankar
— ANI Digital (@ani_digital) November 2, 2023
Read @ANI Story | https://t.co/KJxmYXmcx6#jaishankar #Palestine #ısraelpalestinewar pic.twitter.com/AEtYGIiblL
સંયુક્ત સત્રને સંબોધતા જયશંકરે કહ્યું કે 7 ઓક્ટોબરે જે બન્યું તે આતંકવાદનું મોટું કૃત્ય હતું. સમગ્ર વિસ્તારમાં તણાવ છે. યુદ્ધને કારણે મધ્ય પૂર્વની સાથે સમગ્ર વિશ્વ ચિંતિત છે. સંઘર્ષ સામાન્ય નથી. વિવિધ મુદ્દાઓને સંતુલિત કરવાની જરૂર છે. નવી દિલ્હી બે-રાજ્યના સમાધાનને ફરી દોહરાવે છે. આપણે આ બાબતમાં સંતુલન જાળવવાની જરૂર છે. આતંકવાદ બધા માટે અસ્વીકાર્ય છે, તેના વિશે કોઈ પ્રશ્ન નથી. પેલેસ્ટાઈનની સમસ્યાઓ હલ થવો જોઈએ.
ભારત વાતચીતનું સમર્થન કરે છે
જયશંકરે વધુમાં કહ્યું કે આપણે વાતચીત મારફતે ઉકેલ શોધવો પડશે. આતંકવાદ દ્વારા ઉકેલ શોધી શકાતો નથી. અમે વાતચીતને સમર્થન આપીશું. માનવતાવાદી કાયદાનું સન્માન કરવું જોઈએ. ભારત હંમેશા પેલેસ્ટાઈનની સાથે છે, અમે હંમેશા તેને સાર્વભૌમ અને સ્વતંત્ર થવાની હિમાયત કરી છે જે ઈઝરાયલ સાથે શાંતિથી રહે.
હુમલાના આ ત્રણ કારણો
હમાસે કહ્યું કે આ ઇઝરાયલ દ્વારા જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્રતાનો બદલો છે. હમાસે કહ્યું કે ઇઝરાયલી પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંકીને તેને અપવિત્ર કરી હતી. ઇઝરાયલની સેના સતત હુમલા કરી રહી છે અને હમાસના સ્થાનો પર અતિક્રમણ કરી રહી છે. ઈઝરાયલની સેના અમારી મહિલાઓ પર હુમલો કરી રહી છે. હમાસના પ્રવક્તા ગાઝી હમાદે આરબ દેશોને ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અપીલ કરી છે. હમાદે કહ્યું કે ઈઝરાયલ ક્યારેય સારો પાડોશી અને શાંતિપ્રિય દેશ ન બની શકે.