શોધખોળ કરો
Advertisement
ઈસરોના અધ્યક્ષ કે સિવનને ‘ડૉ એ.પી.જે. અબ્દુલ કલામ’ પુરસ્કારથી સન્માનિત કરાયા
તમિલનાડુ સરકાર દ્વારા ઈસરોના અધ્યક્ષ કે સિવનને સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે યોગદાન આપવા બદલ ‘ડૉ એ.પી.જે. અબ્દુલ કલામ’ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
નવી દિલ્હી: ઇસરોના અધ્યક્ષ કે સિવાનને ગુરુવારે ‘ડૉ એ.પી.જે. અબ્દુલ કલામ’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
ડૉ. કે સિવનને આ એવોર્ડ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે યોગદાન આપવા બદલ આપવામાં આવ્યો છે. આ પુરસ્કારમાં આઠ ગ્રામનો ગોલ્ડ મેડલ, પાંચ લાખ રૂપિયા અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું હતું.
કલામ પુરસ્કાર એ લોકોને આપવામાં આવે છે જે વૈજ્ઞાનિક ક્ષેત્રે વિકાસ, માનવી અને વિદ્યાર્થીઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. તેને તમિલનાડુ સરકાર આપે છે. દિવંગત મુખ્યમંત્રી જયલલિતાએ 2015માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીડજે અબ્દુલ કલામના નામ પર પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. કે સિવન નેતૃત્વમાં ઈસરોએ 22 જુલાઈએ ચંદ્ર પર બીજૂ મિશન ચંદ્રયાન 2 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. 62 વર્ષીય સિવન પોતાના પરિવારમાં પહેલા સ્નાતક છે. તેમણે 1980માં મદ્રાસ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જીનિયરિંગમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. જે ઈમારતનું કર્યું હતુ ઉદ્ઘાટન, ત્યાં જ ધરપકડ બાદ ચિદંબરમને રાખવામાં આવ્યા પાકિસ્તાનના F-16ને તોડી પાડનારા વાયુ સેનાના હીરો અભિનંદને ફરી ઉડાવવાનું શરૂ કર્યુ મિગ-21 27 કલાકથી ક્યાં ગુમ હતા ચિદમ્બરમ, પ્રેસ કોન્ફરન્સમાં ખુદ કર્યો ખુલાસોIndian Space Research Organisation (ISRO) Chairman Dr. Kailasavadivoo Sivan receives Dr. APJ Abdul Kalam award instituted by the Government of Tamil Nadu. pic.twitter.com/7xT32ek2iX
— ANI (@ANI) August 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement