શોધખોળ કરો
Advertisement
આ વર્ષે IT સેક્ટરમાં 40 હજાર લોકો ગુમાવી શકે છે નોકરીઃ મોહનદાસ પઇ
પાંચ વર્ષોમાં આઇટી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ફેરફાર થયો છે અને આ કારણથી લોકોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે.
નવી દિલ્હીઃ ઇન્ફોસિસના પૂર્વ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર મોહનદાસ પઇએ કહ્યું કે, જો અર્થવ્યવસ્થામાં રહેલી મંદી જળવાઇ રહેશે તો ભારતીય આઇટી કંપનીઓ આ વર્ષે લગભગ 30-40 હજાર લોકોને નોકરીમાંથી હાંકી શકે છે. તેમણે કહ્યું કે, આઇટી ઇન્ડસ્ટ્રીમાં દર પાંચ વર્ષ બાદ હજારો લોકોની નોકરી આ રીતે જાય છે. પાંચ વર્ષોમાં આઇટી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ફેરફાર થયો છે અને આ કારણથી લોકોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે.
મોહનદાસ પઇએ કહ્યું કે, જ્યારે કોઇ ઇન્ડસ્ટ્રી મૈચ્યોર થઇ જાય છે તો મિડલ લેવલ પર કામ કરનારા ઘણા લોકો પોતાની સેલેરી અનુસાર કંપનીમાં વેલ્યૂ એડ કરી શકતા નથી. આ કારણ છે કે તમામ સેક્ટરમા તમામ દેશમાં જ્યારે કોઇ ઇન્ડસ્ટ્રી મૈચ્યોર હોય છે તો ખૂબ લોકોને નોકરીમાંથી હાથ ધોવા પડે છે.
તેમણે કહ્યું કે, જ્યારે કોઇ ઇન્ડસ્ટ્રી વિકાસ કરી રહી હોય છે તો પ્રમોશન પણ મળે છે અને સેલેરીમાં પણ વધારો થાય છે. એ પરિસ્થિતિમાં કંપનીને તેનાથી કોઇ ફેર પડતો નથી પરંતુ જ્યારે કંપનીનો વિકાસ રોકાઇ જાય છે તો મેનેજમેન્ટ ફરીથી પોતાના પિરામિડ પર ધ્યાન આપે છે આ પરિસ્થિતિમાં મિડલ અને અપર લેવલને જે કર્મચારીઓને જરૂર કરતા વધારે સેલેરી મળે છે તેની છંટણી કરવામાં આવે છે અને કર્મચારીઓએ નોકરી ગુમાવવી પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement