શોધખોળ કરો

૧૫ ઓગસ્ટની રજામાં ફરવા જવું મોંઘું પડશે, અમદાવાદ-ગોવાની વન વે ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો

અન્ય રાજ્યોથી ગોવા આવનારા માટે ૭૨ કલાક સુધીનો આરટીપીસીઆર નેગેટિવ ટેસ્ટ ફરજીયાત છે.

રજાઓમાં ગોવા જવા માટે આયોજન કરી રહ્યા હોય તો. સામાન્ય દિવસોની સરખામણીએ ચૂંકવવું પડશે ત્રણ ગણું વધુ વિમાની ભાડું. કેમકે, અમદાવાદ-ગોવાનું વન-વેની ટિકીટની કિંમત ૧૩ હજારને પાર થઇ ગઈ છે. અમદાવાદ-ગોવાનું વન-વે વિમાની ભાડું સામાન્ય દિવસોમાં ૩૫૦૦ રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ ૧૫ ઓગસ્ટની રજાઓ દરમિયાન વન-વે ટિકિટ હવે ૧૩ હજારની નજીક પહોંચવામાં છે.

અન્ય રાજ્યોથી ગોવા આવનારા માટે ૭૨ કલાક સુધીનો આરટીપીસીઆર નેગેટિવ ટેસ્ટ ફરજીયાત છે. ગોવાના રીસોર્ટમાં પણ સામાન્ય દિવસોની સરખાણીએ ૧૦થી ૨૦ ટકાનું ભાડું વધારે જોવા મળી રહ્યું છે.

14 ઓગરસ્ટના રોજ બીજો શનિવાર છે એટલે કે રજા છે. આ કારણે લોકો 13 ઓગસ્ટે રજા મુકીને એર ટિકિટ બૂક કરાવાવનું શરૂ કરી દીધું છે. એપ્રિલ-મે દરમિયાન કોરોનાના કેસ ખૂબ જ વધારે હતા એટલે લોકો ઉનાળાના વેકેશન દરમિયાન બહાર ફરવા જઇ શક્યા નહોતા. હાલમાં કેસ ઓછા છે એટલે અનેક પર્યટન સ્થળો હાઉસફૂલ જોવા મળે છે.

ગોવામાં વેક્સિનથી સુરક્ષિત હોય તેવી વ્યક્તિને આરટીપીસીઆર ટેસ્ટ રીપોર્ટ વિના જ પ્રવેશ આપવા પણ ગોવા સરકાર વિચારણ કરી રહી છે. કોરોનાના કેસ નિયંત્રણમાં રહ્યા તો આગામી ૮ ઓગસ્ટ સુધીમાં અમદાવાદ-ગોવાનું એરફેર ૧૫ હજારને પાર થાય તેની પણ સંભાવના છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 21 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,73,452 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

અત્યાર સુધી 254 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 249 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,570 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 21 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વિવાદીત વીડિયો મામલે શર્મિષ્ઠા પનોલીને મોટી રાહત, કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન
વિવાદીત વીડિયો મામલે શર્મિષ્ઠા પનોલીને મોટી રાહત, કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન
બેંગલુરુ અચાનક ભાગદોડ કેમ અને કેવી મચી ગઇ, સમગ્ર દુર્ઘટના કેવી રીતે ઘટી, જાણો કારણો
બેંગલુરુ અચાનક ભાગદોડ કેમ અને કેવી મચી ગઇ, સમગ્ર દુર્ઘટના કેવી રીતે ઘટી, જાણો કારણો
મોટો ઝટકો! Amazon પર સામાન ખરીદવો થશે મોંઘો, હવે દરેક ઓર્ડર પર આપવો પડશે આ એકસ્ટ્રા ચાર્જ
મોટો ઝટકો! Amazon પર સામાન ખરીદવો થશે મોંઘો, હવે દરેક ઓર્ડર પર આપવો પડશે આ એકસ્ટ્રા ચાર્જ
RCBની મુશ્કેલીઓ વધશે! બેંગ્લુરુ ભાગદોડ કેસમાં સરકારી વકીલે હાઇકોર્ટમાં લગાવ્યો મોટો આરોપ
RCBની મુશ્કેલીઓ વધશે! બેંગ્લુરુ ભાગદોડ કેસમાં સરકારી વકીલે હાઇકોર્ટમાં લગાવ્યો મોટો આરોપ
Advertisement

વિડિઓઝ

India Corona Cases : દેશમાં કોરોનાના નવા 564 કેસ નોંધાયા, 7 લોકોના નીપજ્યા મોતAhmedabad Corona Case: અમદાવાદમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 70 કેસSurat Dog Attack : સુરતમાં માતાની નજર સામે જ શ્વાન બાળકીને ઉઠાવી ગયો, શોધખોળ ચાલુંSurat Viral Video : 'જો આ ડ્રગ્સ 5 હજારનું આવે... હું રોયલ કાઠિયાવાડી છું', ડ્ર્ગ્સના નશામાં યુવકે બસ માથે લીધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિવાદીત વીડિયો મામલે શર્મિષ્ઠા પનોલીને મોટી રાહત, કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન
વિવાદીત વીડિયો મામલે શર્મિષ્ઠા પનોલીને મોટી રાહત, કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન
બેંગલુરુ અચાનક ભાગદોડ કેમ અને કેવી મચી ગઇ, સમગ્ર દુર્ઘટના કેવી રીતે ઘટી, જાણો કારણો
બેંગલુરુ અચાનક ભાગદોડ કેમ અને કેવી મચી ગઇ, સમગ્ર દુર્ઘટના કેવી રીતે ઘટી, જાણો કારણો
મોટો ઝટકો! Amazon પર સામાન ખરીદવો થશે મોંઘો, હવે દરેક ઓર્ડર પર આપવો પડશે આ એકસ્ટ્રા ચાર્જ
મોટો ઝટકો! Amazon પર સામાન ખરીદવો થશે મોંઘો, હવે દરેક ઓર્ડર પર આપવો પડશે આ એકસ્ટ્રા ચાર્જ
RCBની મુશ્કેલીઓ વધશે! બેંગ્લુરુ ભાગદોડ કેસમાં સરકારી વકીલે હાઇકોર્ટમાં લગાવ્યો મોટો આરોપ
RCBની મુશ્કેલીઓ વધશે! બેંગ્લુરુ ભાગદોડ કેસમાં સરકારી વકીલે હાઇકોર્ટમાં લગાવ્યો મોટો આરોપ
Jobs: ગુજરાતમાં મોટી ભરતી, આ સરકારી વિભાગમાં 148 જગ્યાઓ પર યુવાઓ માટે નોકરીની સુવર્ણ તક
Jobs: ગુજરાતમાં મોટી ભરતી, આ સરકારી વિભાગમાં 148 જગ્યાઓ પર યુવાઓ માટે નોકરીની સુવર્ણ તક
Job Cuts: 35000 લોકો ગુમાવશે નોકરી, આ કંપનીની મોટી જાહેરાત, ટ્રેઇની કર્મચારીમાં પણ થશે ઘટાડો
Job Cuts: 35000 લોકો ગુમાવશે નોકરી, આ કંપનીની મોટી જાહેરાત, ટ્રેઇની કર્મચારીમાં પણ થશે ઘટાડો
Ram Darbar Pran Pratishtha: 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, સુરતના વેપારીએ રામલલાને કર્યો આભૂષણ અર્પણ
Ram Darbar Pran Pratishtha: 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, સુરતના વેપારીએ રામલલાને કર્યો આભૂષણ અર્પણ
જર્મનીમાં લગ્ન કરવા માટે કેટલા રુપિયાનો થાય છે ખર્ચ, જ્યાં TMC સાંસદ મહુઆ મોઇત્રાએ લીધા 7 ફેરા ?
જર્મનીમાં લગ્ન કરવા માટે કેટલા રુપિયાનો થાય છે ખર્ચ, જ્યાં TMC સાંસદ મહુઆ મોઇત્રાએ લીધા 7 ફેરા ?
Embed widget