શોધખોળ કરો
Advertisement
પુલવામાં જેવો હુમલો કરવાની ફિરાકમાં જૈશ-એ-મોહમ્મદ, જાણો શું છે યોજના.....
નવી દિલ્હીઃ પુલવામાં હુમલા બાદ જૈશ-એ-મોમહ્મદ ફરથી ભારતમાં આતંકી ષડયંત્ર રચી રહ્યં છે. ઇન્ટેલીજન્સ સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર જૈશ પુલવામા જેવો વધુ એક આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. સાથે જ કાજીગુંડ અને અનંતનાગની વચ્ચે હુમલાની યોજના બનાવવામાં આવી છે. બે દિવસ પહેલા જ ઇન્ટેલીજન્સ એજન્સીઓએ એલર્ટ જારી કર્યું હતું.
જૈશના આતંકી એક ચોરી કરવામાં આવેલ ટાટા સૂમો કાર દ્વારા આ હુમલો કરવાની ફિરાકમાં છે. સાથે જ કારમાં IEDનો ઉપયોગ કરી પુલવામા જેવો હુમલો ફરી કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. આતંકીઓએ પુલવામાં પણ IED અને કારનો ઉપયોગ કરી આતંકી હુમલો કર્યો હતો. વિસ્ફોટકથી ભરેલ કારને સીઆરપીએફની બસ સાથે ટક્કર મારી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
સૂત્રો અનુસાર જૈશ આર્મી કેમ્પને પણ નિશાન બનાવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, આગામી 3-4 દિવસની અંદર આ હુમલો કરવામાં આવી શકે છે. આ જાણકારી બાદ તમામ સુરક્ષાદળોને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પુલવામાં આતંકી હુમલા પહેલા પણ આ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું હતું, તેમ છતાં આતંકી હુમલો કરવામાં સફળ રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement