શોધખોળ કરો
Advertisement
જામિયા હિંસાઃ આ પાર્ટીના નેતાઓના નામ ખુલતા સનસનાટી, ત્રણ વિદ્યાર્થી સામે પણ નોંધાઈ FIR
આ પહેલા જામિયાની બહાર 15 ડિસેમ્બરે થયેલી બબાલમાં દિલ્હી પોલીસ જે યુવકોની ધરપકડ કરી હતી.
નવી દિલ્હી: જામિયા મિલિયા ઇસ્લામિયામાં સંશોધિત નાગરિકતા કાયદા સામે 15 ડિસેમ્બરે થયેલા પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને આગના કેસમાં દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. આ એફઆઈઆરમાં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ ખાનનું નામ પણ છે. આસિફ સિવાય કેટલાક લોકલ નેતાઓ અને જામિયાના ત્રણ વિદ્યાર્થીનું નામ પણ FIRમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે.
જામિયા મિલિયા યૂનિવર્સિટી કેસમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાંથી એક એફઆઈઆરમાં કેટલાક નેતાઓના નામ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એફઆઈઆરમાં કોંગેસના પૂર્વ ધારાસભ્ય આસિફ ખાનનું નામ સામે આવ્યું છે. આસિફ ખાનની સાથો સાથ અનેક વિદ્યાર્થી સંગઠનના નેતાઓના નામ પણ સામે આવી રહ્યાં છે.
આ નેતાઓમાં વિદ્યાર્થી વિદ્યાર્થી યુવા સંઘર્ષ સમિતિ (સીવાઈએસએસ)ના નેતા કાસિમ ઉસ્માની, ઓલ ઈન્ડિયા સ્ટૂડેંટ એસોસિએશન (એઆઈએસએ)ના નેતા ચંદન અને સ્ટૂડેંટ ઓફ ઈસ્લામિઅક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (એસઆઈઓ)નું નામ પણ એફઆઈઆરમાં શામેલ છે. એફઆઈઆરમાં કહેવાયું છે કે આસિફ ખાન, આશુ ખાન અને કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છેલ્લા બે ત્રણ દિવસથી છાત્રોને ભડકાવી રહ્યા હતા અને વિદ્યાર્થી વચ્ચે ફરી-ફરીને નારેબાજી કરી રહ્યા હતા. એફઆઈઆરમાં આગળ લખ્યું છે કે બધા NRC અને નાગરિકતા કાયદા સામે નારેબાજી કરી રહ્યા હતા. પછી પ્રદર્શનકારીઓએ આગજની કરીને પત્થરમારો કર્યો હતો. આ પહેલા જામિયાની બહાર 15 ડિસેમ્બરે થયેલી બબાલમાં દિલ્હી પોલીસ જે યુવકોની ધરપકડ કરી હતી તે 6 આરોપીઓને દિલ્હીની સાકેત કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. આ બધા આરોપીઓની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરી છે.Delhi Police: Former Congress MLA Asif Khan has been named as an accused in the FIR, for involvement in Jamia Millia Islamia incident that took place on 15 December.
— ANI (@ANI) December 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement