શોધખોળ કરો
જમ્મુ કાશ્મીર: પાકિસ્તાને ફરી તોડ્યું સીઝફાયર, બે લોકોના મોત
રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે શાહપુર અને કેરન સેક્ટરમાં સરહદ પાસ ભારે ગોળીબાર થયો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ગોળીબારનો ભારતીય જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો.

જમ્મુ કાશ્મીર: પાકિસ્તાનની સેનાએ મંગળવારે જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં એલઓસી પાસે ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં આઠ અન્ય ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સાર વાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે શાહપુર અને કેરન સેક્ટરમાં સરહદ પાસ ભારે ગોળીબાર થયો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ગોળીબારનો ભારતીય જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો. બપોરે 2.30 વાગ્યે પાકિસ્તાને બે સેક્ટરોમાં ફાયરિંગ કર્યું હતુઁ અને મોર્ટાર ફેકીને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.
વધુ વાંચો





















