શોધખોળ કરો
કલમ 370 હટ્યા બાદ કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો, કુલગામમાં 5 બિનકાશ્મીરી મજૂરોની હત્યા
માહિતી પ્રમાણે બધા મજૂરો પશ્ચિમ બંગાળના મૂર્શિદાબાદના હતા, અને તેમનુ નામ શેખ કમરુદ્દીન, શેખ એમડી રફીક, શેખ મર્સુલિન, શેખ નિઝામુદ્દીન અને મોહમ્મદ રફીક છે

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં યૂરોપીય પ્રતિનિધિમંડળના સાંસદોના પ્રવાસની વચ્ચે ફરી એકવાર બિનકાશ્મીરી મજૂરોને આતંકીઓએ નિશાન બનાવ્યા છે. આતંકીઓએ મંગળવારે કુલગામમાં પાંચ મજૂરોને ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આ હુમલામાં એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી પ્રમાણે બધા મજૂરો પશ્ચિમ બંગાળના મૂર્શિદાબાદના હતા, અને તેમનુ નામ શેખ કમરુદ્દીન, શેખ એમડી રફીક, શેખ મર્સુલિન, શેખ નિઝામુદ્દીન અને મોહમ્મદ રફીક છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મજૂરોની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમને ટ્વીટ કરીને કહ્યું કે, ''કાશ્મીરમાં નૃશંસ હત્યાઓથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ. મુર્શિદાબાદના પાંચ મજૂરોનો જીવ ગયો છે. અમારા શબ્દો મૃતકના પરિવારજનોના દુઃખને દુર નથી કરી શકવાના. આ દુઃખદ ઘડીમાં પરિવાજનોને બધા પ્રકારની મદદ આપવામાં આવશે.''
મોદી સરકારે 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ આતંકીઓ અને પાકિસ્તાન ગભરાઇ ગયેલા છે.
હુમલામાં સામેલ આતંકીઓની ધરપકડ માટે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આ સૌથી મોટો આતંકી હુમલો છે.We are shocked and deeply saddened at the brutal killings in Kashmir. Five workers from Murshidabad lost their lives. Words will not take away the grief of the families of the deceased. All help will be extended to the families in this tragic situation
— Mamata Banerjee (@MamataOfficial) October 29, 2019
મોદી સરકારે 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ આતંકીઓ અને પાકિસ્તાન ગભરાઇ ગયેલા છે. વધુ વાંચો





















