શોધખોળ કરો
Advertisement
આશરે 4 મહિના બાદ જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે SMS સેવા
કાશ્મીર ઘાટીમાં આશરે ચાર મહિનાથી બંધ મોબાઈલ એસએમએસ સેવા ફરી શરૂ થઈ રહી છે.
શ્રીનગર: કાશ્મીર ઘાટીમાં આશરે ચાર મહિનાથી બંધ મોબાઈલ એસએમએસ સેવા ફરી શરૂ થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના પ્રધાન સચિવ રોહિત કંસલએ આજે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં તમામ સરકારી ઓફિસમાં બ્રોડબેન્ડ સુવિધા અને એસએમએસ સુવિધા ચાલુ થશે. તેમણે કહ્યું, 'કાશ્મીરમાં 31 ડિસેમ્બરની મોડી રાતથી તમામ સરકારી હોસ્પિટલમાં ઈન્ટરનેટ સેવાઓ, તમામ મોબાઈલ ફોન પર એસએમએસ સેવાઓ ચાલુ થઈ જશે.'
જમ્મૂ અને કાશ્મીરમાં તમામ નેટવર્ક અને લેન્ડલાઇન કનેક્શનને 5 ઓગસ્ટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે રોહિત કંસલે જણાવ્યું, 'કેદ કરાયેલા નેતાઓને છોડવાનો નિર્ણય સ્થાનિત તંત્રનો હશે. સરકારી હોસ્પિટલોની સાથે સ્કુલોમાં પણ બ્રોડબેન્ડ સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.
કાશ્મીરમાં 5 ઓગસ્ટે મોબાઇલ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement