શોધખોળ કરો
Advertisement
કાશ્મીરમાં શાંતિપૂર્ણ ઢંગથી મનાવવામાં આવી બકરી ઇદ, ગોળીબારની એક પણ ઘટના નથી બની : મુખ્ય સચિવ
અનેક મુસ્જિદોના મૌલવી અને લોકોની સાથે વાતચીત કરી, મંડીઓનું આયોજન કર્યુ હતું
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પ્રમુખ સચિવ (યોજના આયોગ) રોહિત કંસલે કહ્યું કે, જિલ્લા અને મંડલ પ્રશાસને બકરી ઇદના અવસર પર અનેક આયોજન કર્યા છે. અનેક મુસ્જિદોના મૌલવી અને લોકોની સાથે વાતચીત કરી, મંડીઓનું આયોજન કર્યુ હતું. જેના પરિણામ સ્વરૂપ અમે આજે એક ખૂબ શાંતિપૂર્ણ રીતે કામ કર્યુ છે.
રોહિત કંસલે કહ્યું કે, સુરક્ષા એજન્સીઓ દ્ધારા ગોળીબાર અને મોત અંગે મીડિયામાં કેટલાક રિપોર્ટ આવ્યા છે. પોલીસે એક વિસ્તૃત બ્રીફિંગ કરી છે અને ફાયરિંગની એક પણ ઘટના જમ્મુ કાશ્મીરમાં બની નથી. હું ફરીવાર કહીશ કે સુરક્ષા એજન્સીઓ દ્ધારા એક પણ ગોળી ચલાવાઇ નથી અને કોઇ ઇજાગ્રસ્ત થયું નથી.
કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી)એસપી પાણિએ કહ્યું કે, અમારી પાસે કાયદો-વ્યવસ્થાની કેટલીક નાની-મોટી સ્થાનિક ઘટનાઓ હતી જેને નિયંત્રિત કરી દેવામાં આવી હતી. આ ઘટનાઓમં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. તે સિવાય આખી ઘાટીમાં શાંતિ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion