શોધખોળ કરો
Advertisement
ઇદની નમાજ બાદ શ્રીનગરમાં પત્થરમારો, પ્રદર્શનકારીઓ-સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ
અધિકારીએ જણાવ્યું કે ઇદની નમાજ બાદ ઉત્તર કાશ્મીરના સોપોર અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પણ ઘર્ષણ થઈ હોવાના સમાચાર છે.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઘાટી વિસ્તારમાં બુધવારે ઇદની નમાજ બાદ કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું હતું. અધિકારીએ જણાવ્યું કે આ ઘર્ષણમાં કોઈ જ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી.
અધિકારીએ જણાવ્યું કે ઇદની નમાજ બાદ જૂના શહેરમાં કેટલાક સ્થળે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઉત્તર કાશ્મીરના સોપોર અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પણ ઘર્ષણ થઈ હોવાના સમાચાર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક પ્રદર્શનકારીઓએ જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અજહર અને માર્યા ગયેલા આતંકવાદી ઝાકીર મૂસાના સમર્થનમાં બેનર લગાવ્યા હતા. જો કે પોલીસે જણાવ્યું કે આ ખબરોની પુષ્ટી કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે ઘાટીમાં અન્ય વિસ્તારોમાં સ્થિતી શાંતિપૂર્ણ છે.Jammu and Kashmir: Stones pelted at security forces near Jamia Masjid in Srinagar; and posters supporting terrorist Zakir Musa and UN designated terrorist Masood Azhar seen in the area. pic.twitter.com/qu7uea90YO
— ANI (@ANI) June 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement