શોધખોળ કરો
જમ્મુ કાશ્મીર: સોપોરમાં આતંકી હુમલો, સાબરકાંઠાના CRPF જવાન સહિત ત્રણ શહીદ
આતંકવાદીઓએ CRPF અને પોલીસની એક જોઇન્ટ પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ લીધી છે.

જમ્મુ કાશ્મીર: બારમુલા જિલ્લાના સોપોરમાં આજે એક મોટો આંતકી હુમલો થયો હતો. જેમાં CRPFના ત્રણ જવાન શહીદ થઈ ગયા છે. આ સિવાય 2 જવાન ઘાયલ થયા છે. શહીદ જવાનોમાં ગુજરાતના સાબરકાંઠાના સત્યપાલસિંહ પરમાર(28), મહારાષ્ટ્રના સી.બી.ભાકરે(38) અને બિહારના વૈશાલીના 42 વર્ષીય રાજીવ શર્માનો સમાવેશ થાય છે. આતંકવાદીઓએ CRPF અને પોલીસની એક જોઇન્ટ પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ લીધી છે. આ હુમલામાં જાવેદ અહેમદ અને વિશ્વજીત ઘોષ નામના જવાન ઘાયલ થયા હતા. બન્નેને ગોળી વાગી છે. તેમને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ





















