શોધખોળ કરો

Jammu Kashmir: પાકિસ્તાનના આતંકી જૂથો તરફથી હુમલાની ધમકીઓ વચ્ચે શ્રીનગરમાં G20 બેઠકની તૈયારી, હાઇલેવલ બેઠક યોજાઇ

મંગળવાર (2 મે) ના રોજ શ્રીનગરમાં એક ઉચ્ચ-સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ હતી

G20 Meeting In Srinagar: પાકિસ્તાનના કેટલાક આતંકવાદી જૂથો તરફથી હુમલાની ધમકીઓ વચ્ચે જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરમાં આગામી G20 બેઠક માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી છે. એન્ટી-ડ્રોન ટેક્નોલોજી, NSG અને મરીન કમાન્ડોઝ (MARCOS)નો ઉપયોગ અને આત્મઘાતી, ડ્રોન, IEDs, સ્ટેન્ડ-ઓફ અને ગ્રેનેડ હુમલાઓનો સામનો કરવા સહિતની તૈયારીઓ કરવામા આવી રહી છે.

મંગળવાર (2 મે) ના રોજ શ્રીનગરમાં એક ઉચ્ચ-સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ હતી જ્યાં સુરક્ષા દળોના ટોચના અધિકારીઓએ આગામી G-20 કાર્યક્રમના શાંતિપૂર્ણ સંચાલનની ખાતરી કરવા માટે સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરી હતી. ભારતીય સેનાના વિશેષ એકમો તમામ મદદ કરશે. ઉંચી જગ્યાઓ અને કોરિડોરને સુરક્ષિત કરવામાં આવશે.

NSG અને MARCOS કમાન્ડો તૈનાત રહેશે

J&K માં પ્રથમ વખત NSG કમાન્ડોનો ઉપયોગ J&K પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સાથે ડ્રોન હુમલા, આત્મઘાતી હુમલા, આતંકવાદીઓનો સામનો કરવા, વાહન આધારિત IED અથવા કોઈપણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે આતંકવાદ વિરોધી કામગીરીમાં કરવામાં આવશે. જ્યારે MARCOS કમાન્ડોને સરોવર અને નદીની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવશે કારણ કે સમિટનું સ્થળ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર Dal Lakeના કિનારે છે.

અધિકારીઓએ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી

ADGP કાશ્મીર વિજય કુમારની આગેવાની હેઠળની સુરક્ષા બેઠક દરમિયાન પોલીસ, ગુપ્તચર એજન્સીઓ, ભારતીય સેના અને કેન્દ્રીય સુરક્ષા દળોના અધિકારીઓએ આગામી G-20 બેઠકના સલામત અને સુચારૂ સંચાલન માટે અપનાવવામાં આવનારી સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. G-20 સમિટના શાંતિપૂર્ણ આયોજન માટે સુરક્ષા કર્મચારીઓની તૈનાત, ટ્રાફિક વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણના પગલાં પર ચર્ચા કરાઇ હતી. સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને અગવડ ન પડે તે રીતે સુરક્ષા જવાનોની તૈનાતી કરવામાં આવશે.

એસએસપીને આ નિર્દેશ આપવામાં આવ્યા

નવા સુરક્ષા ઉપાયો અનુસાર, તમામ જિલ્લા એસએસપીને આતંકવાદીઓના સહયોગીઓને પકડીને અને ખીણમાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતી એકત્ર કરીને આતંકવાદી મોડ્યુલોનો પર્દાફાશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "એસએસપીને ચોક્કસ ઇનપુટ્સ પર આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવવા માટે કહેવામાં આવ્યું છે."

મરીન કમાન્ડો Dal Lakeને સુરક્ષા કવચ આપશે

સમિટનું સ્થળ Dal Lake પર આવેલું હોવાથી મરીન કમાન્ડો (MARCOS) સમિટની સલામતી સુનિશ્ચિત કરવા નદી અને સરોવરની સુરક્ષા માટે મજબૂત કવર પૂરું પાડશે. પ્રવક્તાએ કહ્યું કે સુરક્ષા પગલાં ઉપરાંત, સમિટ દરમિયાન વિદેશી એનજીઓ અને મીડિયા કર્મચારીઓના સંચાલન પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ભારત આ વર્ષે 55 થી વધુ સ્થળોએ કુલ 215 G-20 બેઠકોનું આયોજન કરે તેવી અપેક્ષા છે, જેમાંથી ચાર 22-23 મે સહિત પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પાકિસ્તાને સાઉદી અરેબિયા, તુર્કી અને ચીન જેવા તેના સાથી દેશોને શ્રીનગરમાં યોજાનારી બેઠકને રોકવા માટે લોબિંગ કર્યું હતું. શ્રીનગરમાં યોજાનારી જી-20 બેઠકમાં આશરે 50 પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે જે ભારત માટે કાશ્મીર ખીણમાં માનવાધિકારના ઉલ્લંઘનના પાકિસ્તાનના દાવાઓને નકારી કાઢવાની તક હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget