શોધખોળ કરો
Advertisement
નજરકેદ 34 નેતાઓને MLA આવાસમાં કરાયા શિફ્ટ, મુફ્તીના ગેરવર્તનના દાવાને પોલીસે નકાર્યો
નજરકેદ નેતાઓને પાંચ ઓગસ્ટે ડલ ઝીલના કિનારે સ્થિત એક હોટલમાં રાખવામાં આવ્યા હતા. તે દિવસે જ સરકારે સંવિધાનના આર્ટિકલ 370ની જોગવાઈ હટાવી દીધી હતી અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
શ્રીનગર: શ્રીનગરમાં ઠંડી વધતા જમ્મુ કાશ્મીર પ્રશાસને પાંચ ઓગસ્ટથી સેન્ટુર હોટલમાં નજરકેદ 34 રાજકીય નેતાઓને ધારાસભ્ય ગેસ્ટ હાઉસમાં મોકલી દેવાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઠંડી વધવાના કારણે નેશનલ કોન્ફ્રેન્સ, પીડીપી અને પીપુલ્સ કૉન્ફ્રેન્સના નેતાઓ, જાણીતા સામાજીક કાર્યકર્તાઓ અને તેમની સુરક્ષામાં લાગેલા જવાનોના સ્વાસ્થ્ય પર અસર પડી રહ્યો છે.
અધિકારીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને શુક્રવારે શહેરના એક સરકારી સ્થળે મોકલી દેવાયા છે. મહેબૂબા મુફ્તીએ ટ્વિટર પર દાવો કર્યો હતો કે નેતાઓને બીજી જગ્યા શિફ્ટ કરતી વખતે પોલીસે નેતાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. જો કે પોલીસે આ દાવાને નકારી દીધો છે.
નજરકેદ નેતાઓને પાંચ ઓગસ્ટે ડલ ઝીલના કિનારે સ્થિત એક હોટલમાં રાખવામાં આવ્યા હતા. તે દિવસે જ સરકારે સંવિધાનના આર્ટિકલ 370ની જોગવાઈ હટાવી દીધી હતી અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં શ્રીનગર સહિત કાશ્મીર ઘાટીમાં ખૂબ ઠંડી પડી રહી છે. આ મહિનાની શરૂઆતમાં સિઝની પ્રથમ બરફ વર્ષા થઈ હતી.SKICC detainees shifted to MLA hostel, Srinagar today. Police manhandled them & roughed up Sajad Lone, Waheed Para & Shah Faesal. Is this how you treat elected representatives? Why humiliate them? J&K is under martial law & police seems be inebriated with power
— Mehbooba Mufti (@MehboobaMufti) November 17, 2019
Apropos some twitter handle claiming manhandling of some people at MLA hostel Srinagar,it is hereby clarified that no such incident has taken place. Mandatory security drills were followed as required for lodgement. J&K Police
— Imtiyaz Hussain (@hussain_imtiyaz) November 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion