શોધખોળ કરો
Advertisement
જમ્મૂ-કાશ્મીરઃ પાક ફાયરિંગમાં 1 જવાન શહીદ, 3 જગ્યા પર આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન
શ્રીનગરઃ જમ્મૂ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ ગ્રેનેડ હુમલામાં અધિકારી સહિત બે પોલીસકર્મી ઘાયલ થયાના અહેવાલ છે. એક પોલીસ અધિકારીએ જમાવ્યું કે, ઉત્તર કાશ્મીર જિલ્લામાં સોપોરના મુખ્ય ચોક પર આતંકવાદીઓએ સુરક્ષાદળો પર એક ગ્રેનેડ ફેંક્યો. બીજી બાજુ રાજૌરી જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબારમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયાના અહેવાલ છે.
તેમણે જણાવ્યું કે, વિસ્ફોટમાં ડાંગીવાચા સ્ટેશનના પ્રભારી સહિત બે પોલીસકર્મીને સામાન્ય ઈચા થઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે, સુરક્ષાદલોએ હુમલાખોરોને પકડવા માટે વિસ્તારની ઘેરાબંદી કરી છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ સાવધાનીના ભાગરૂપે સોપોરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
બીજી બાજુ બારામૂલા અને બાંદીપુરામાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોએ બાંદીપુરાના મીરમોહલ્લા હાજિનમાં એકથી બે આતંકીઓને ઘેરી લીધા છે. જ્યારે બારામૂલા જિલ્લાના કલાંતરામાં એકતી બે આંતકીઓ હોવાની જાણકારી મળી છે. આ એ જ વિસ્તાર છે જ્યાં ગઈકાલે સર્ચ ઓપરેશન દરમિયાન ભારી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion