(Source: ECI/ABP News/ABP Majha)
શું જમ્મુ કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો? LG મનોજ સિન્હાએ લીધો આ નિર્ણય
Jammu Kashmir News: જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને એક પ્રસ્તાવ કેબિનેટમાં પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ LG મનોજ સિન્હાને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.
Jammu Kashmir News: જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ CM ઉમર અબ્દુલ્લાના નેતૃત્વ હેઠળની કેબિનેટ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેમાં કેન્દ્રને જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019માં સુધારો કરવાની જરૂર છે. આ કેન્દ્ર સરકારે જ લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર કરાવવું પડશે. આને રાષ્ટ્રપતિની મંજૂરી માટે પણ મોકલવું પડશે.
ઉમર અબ્દુલ્લાની કેબિનેટ બેઠકમાં જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા સંબંધિત પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો પરંતુ કલમ 370 અને 35A અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. નોંધનીય છે કે ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને તેમાંથી લદ્દાખના ક્ષેત્રને અલગ કરીને તેને પણ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું હતું.
સાથે જ, કલમ 370ને પણ રદ કરી દેવામાં આવી હતી. ઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્ય બનાવવાનો મુદ્દો તેના ઘોષણાપત્રમાં પણ સામેલ કર્યો હતો અને કેબિનેટમાં સૌથી પહેલા આ જ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. એવી માહિતી ગુરુવારે સામે આવી હતી કે આ પ્રસ્તાવનો મુસદ્દો PM નરેન્દ્ર મોદીને પણ સોંપવામાં આવશે અને ખુદ ઉમર અબ્દુલ્લા આ માટે દિલ્હી જશે.
કોંગ્રેસે પોતાને શા માટે રાખી અલગ થલગ?
જણાવી દઈએ કે કોંગ્રેસે મંત્રીમંડળમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. પાર્ટીનું કહેવું છે કે જ્યાં સુધી જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી મળતો ત્યાં સુધી પાર્ટી કેબિનેટમાં સામેલ નહીં થાય. જોકે નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસને એક મંત્રી પદ ઓફર કર્યું હતું.
કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી બંધાઈ ગયા ઉમરના હાથ
જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ અહીં પહેલી વાર ચૂંટણી યોજવામાં આવી. કારણ કે રાજ્યનો દરજ્જો ન હોવાથી ઘણા અધિકારો હવે LG પાસે છે. CM ઉમર અબ્દુલ્લાના અધિકારો ખૂબ મર્યાદિત હશે. સાથે જ, નવા નિયમો અનુસાર જમ્મુ કાશ્મીરમાં મંત્રીઓની સંખ્યા CM સહિત 10થી વધુ ન હોવી જોઈએ. આ સંખ્યા વિધાનસભાના કુલ ધારાસભ્યોની સંખ્યાના માત્ર 10 ટકા હોઈ શકે છે.
આ પણ વાંચોઃ
શું રાહુલ ગાંધી સુશીલ કુમાર શિંદેની દીકરી સાથે લગ્ન કરશે? કોંગ્રેસ નેતાએ જણાવ્યું સત્ય