શોધખોળ કરો
Advertisement
મોદી સરકારના માસ્ટર સ્ટ્રૉકથી જમ્મુ-કાશ્મીર પાસેથી શું ગયુ ને સામાન્ય માણસને શું થયો ફાયદો, જાણો વિગતે
કલમ 370 લાગુ હતી ત્યારે ત્યાં અન્ય રાજ્યોના લોકો ધંધો કે રોજગારી ન હતી કરી શકતા, ત્યાં ઘર કે જમીનની ખરીદી ન હતી કરી શકતા, હવે કલમ ખતમ થયા બાદ તે શક્ય બન્યુ છે
નવી દિલ્હીઃ મોદી સરકારે આજે રાજ્યસભામાં એક મોટો માસ્ટર સ્ટ્રૉક રમ્યો, જે જમ્મુ-કાશ્મીરને લગતો હતો. અમિત શાહે એક પ્રસ્તાવ રજૂ કરતાં રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી. આ સાથે જ જમ્મુ-કાશ્મીરને મળતા સ્પેશ્યલ સ્ટેટ્સ અને ખાસ અધિકારો છીનવાઇ ગયા. જાણો જમ્મુ-કાશ્મીર પાસેથી કયા કયા ખાસ અધિકારો છીનવાઇ ગયા ને સામાન્ય માણસને શું થયો ફાયદો...
મોદી સરકારે હવે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધુ, લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો, એટલે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચી નાંખવામાં આવ્યુ છે.
કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં મતદાનનો અધિકાર માત્ર ત્યાના સ્થાયી લોકોને જ હતો, તે હવે ખતમ થઇ ગયો છે. હવે બીજા રાજ્યના લોકો ચૂંટણીમાં મતદાન અને ઉમેદવાર પણ બની શકશે.
કલમ 370 લાગુ હતી ત્યારે ત્યાં અન્ય રાજ્યોના લોકો ધંધો કે રોજગારી ન હતી કરી શકતા, ત્યાં ઘર કે જમીનની ખરીદી ન હતી કરી શકતા, હવે કલમ ખતમ થયા બાદ તે શક્ય બન્યુ છે.
મોદી સરકારના માસ્ટર સ્ટ્રૉકથી હવે જમ્મુ-કાશ્મીરમાં દિલ્હીની જેમ વિધાનસભા ચૂંટણી થશે, પણ ઉપરાજ્યપાલની દખલગીરી વધી જશે. સરકારને બધી મંજૂરી ઉપરાજ્યપાલ પાસેથી મેળવવી પડશે.
17 નવેમ્બર, 1956ના બંધારણ અંતર્ગત રાજ્યમાં ઇમર્જન્સી ન હતી લગાવી શકાતી, હવે તે જમ્મુ-કાશ્મીરમાં શક્ય બનશે. સરકાર ઇમર્જન્સી લગાવી શકશે.
હવે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય બંધારણ પુરેપુરુ લાગુ પડશે, રાજ્યનું પોતાનું અલગ બંધારણ કે અલગ ઝંડો નહીં હોય, 1956નું બંધારણ ખતમ કરી દેવામાં આવ્યુ છે.
અનુચ્છેદ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો, તે હવે કલમ ખતમ થયા બાદ પાંચ વર્ષનો જ થઇ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement