Video: જાપાનના પીએમ એ માણી ભારતીય પાણીપુરીની મજા, વીડિયો થયો જોરદાર વાયરલ
આ દિવસોમાં જાપાનના પીએમ ફુમિયો કિશિદા ભારતના પ્રવાસે છે. જે દરમિયાન ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે તેઓએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં લસ્સી પીવાની સાથે ગોલગપ્પાનો સ્વાદ ચાખ્યો હતો
Fumio Kishida Viral Video: પાણીપુરી ભારતમાં અલગ અલગ જગ્યાએ ઘણા નામોથી ઓળખાય છે. ક્યાંક તેને પાણી-પુરી, ફૂચકા, પાણી-બતાસે, ગુચચુપ અને ફુલકી તરીકે ઓળખવામાં આવે છે.હાલમાં તેનો ક્રેઝ દેશભરમાં મોટી સંખ્યામાં લોકોમાં જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતમાં પસંદ કરવામાં આવતી આ વાનગી હવે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને પણ પસંદ આવી છે. જેનો એક વીડિયો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શેર કર્યો છે.
જાપાનના પીએમ એ પાણીપુરીની માણી મજા
આ દિવસોમાં જાપાનના પીએમ ફુમિયો કિશિદા ભારતના પ્રવાસે છે. જે દરમિયાન ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે તેઓએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં લસ્સી પીવાની સાથે ગોલગપ્પાનો સ્વાદ ચાખ્યો હતો. જે દરમિયાન તેઓને ગોલગપ્પાનો ટેસ્ટ ખૂબ જ પસંદ આવ્યો હતો. હાલમાં જાપાની પીએમની આ મુલાકાતને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા તરીકે જોવામાં આવી રહી છે. આ એટલા માટે સમજવામાં આવી રહ્યું છે કારણ કે આ વખતે ભારત G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને જાપાનને G-7ની અધ્યક્ષતાનો મોકો મળ્યો છે.
Ye dil maange one more! 🇮🇳 🇯🇵 pic.twitter.com/w4TqI5DVqq
— Piyush Goyal (@PiyushGoyal) March 20, 2023
જાપાનના પીએમને પાણીપુરીનો ટેસ્ટ પસંદ આવ્યો
હાલમાં પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં વોક દરમિયાન બાલ બોધિ વૃક્ષની મુલાકાત લીધી હતી. જે બાદ તેણે પીએમ મોદી સાથે કેટલીક ભારતીય વાનગીઓનો સ્વાદ ચાખ્યો, જેમાં લસ્સી, કેરીના પન્નાથી લઈને પાણીપુરીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ફુમિયો કિશિદા ગોલગપ્પા ખાતા જોવા મળે છે. આને શેર કરતાં તેણે કેપ્શન આપ્યું 'યે દિલ માંગે વન મોર..'
સોશિયલ મીડિયા પર સામે આવેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધી 3 લાખ 20 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 19 હજારથી વધુ યુઝર્સે તેને લાઈક કર્યું છે. વીડિયો જોઈને યૂઝર્સ સતત પોતાની ફની કમેન્ટ્સ કરતા જોવા મળે છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'અબ બોલેંગે ભૈયા એક સૂકી પાપડી દેના'.
View this post on Instagram