શોધખોળ કરો
લોકડાઉનમાં દારૂની દુકાનો ખોલવાના ફેંસલા પર જાવેદ અખ્તરે કહ્યું- તેના વિનાશકારી પરિણામ....
કેન્દ્ર સરકારના આ ફેંસલા પર જાણીતા લેખક-ગીતકાર જાવેદ અખ્તરની પ્રતિક્રિયા આવી છે. તેમણે એક ટ્વિટ કર્યુ છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડવા ભારતમાં લોકડાઉન 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. જોકે આ દરમિયાન કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ આ છૂટછાટનો આધાર જિલ્લો કયા ઝોનમાં આવે છે તેના પર નિર્ભર છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં કોરોના વાયરસના કેસ નથી નોંધાયા તેવા જિલ્લામાં દારૂ અને પાનની દુકાનો ખોલવાની શરતી મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ ફેંસલા પર જાણીતા લેખક-ગીતકાર જાવેદ અખ્તરની પ્રતિક્રિયા આવી છે. તેમણે તાજેતરમાં એક ટ્વિટ કર્યુ છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે સરકારના ફેંસલાને ખોટો ગણાવ્યો છે. જાવેદ અખ્તરે ટ્વિટમાં લખ્યું, લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો ખોલવાથી વિનાશકારી પરિણામો સામે આવશે. કોઈપણ મામલામાં તમામ સર્વે મુજબ આજકાલ ઘરેલુ હિંસા ખૂબ વધી ગઈ છે. દારૂ બાળકો અને મહિલાઓ માટે આગામી દિવસોને વધારે ખતરનાક બનાવી દેશે. જાવેદ અખ્તરના આ ટ્વિટ પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વધુ વાંચો





















