શોધખોળ કરો
Advertisement
ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ભાજપે આઠ ઉમેદવારોની પાંચમી યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
ઝારખંડમાં 81 સીટ પર 5 તબક્કામાં મતદાન થશે. નક્સલી સમસ્યાને ધ્યાનમાં રાખી રાજ્યમાં 30 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરે, ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બરે, 16 ડિસેમ્બરે ચોથા તબક્કાનું મતદાન અને 20 ડિસેમ્બરે પાંચમાં અને છેલ્લા તબક્કાનું મતદાન થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી થશે.
રાંચીઃ ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં પાકુરથી બેની પ્રસાદ ગુપ્તાને ટિકિટ ફાળવવામાં આવી છે.
થોડા દિવસો પહેલા ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેષનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત મોટા નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ કેંન્દ્રીય ગૃહ મંત્રી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ 21 નવેમ્બરે ચૂંટણી અભિયાનની શરુઆત કરશે. અમિતશાહ ઝારખંડમાં લગભગ 20 રેલીઓ સંબોધિત કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આ ચૂંટણી પ્રચારમાં 8થી 10 રેલીઓને સંબોધિત કરશે. આ ચૂંટણીમાં કલમ 370ને હટાવવા અને ઝારખંડ દ્વારા કરવામાં આવેલાં કામ નેતાઓનાં ભાષણનાં મુખ્ય મુદ્દા રહેશે. ઝારખંડમાં 81 સીટ પર 5 તબક્કામાં મતદાન થશે. નક્સલી સમસ્યાને ધ્યાનમાં રાખી રાજ્યમાં 30 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરે, ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બરે, 16 ડિસેમ્બરે ચોથા તબક્કાનું મતદાન અને 20 ડિસેમ્બરે પાંચમાં અને છેલ્લા તબક્કાનું મતદાન થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી થશે. મહારાષ્ટ્રમાં 2 થી 5 દિવસમાં નવી સરકાર બનશેઃ સંજય રાઉત યશ રાજ ફિલ્મ્સ સામે નોંધાઈ FIR, કલાકારોના 100 કરોડ રૂપિયા ચાંઉ કરવાનો આરોપ હ્યુન્ડાઈએ 16,000થી વધુ ગ્રેંડ i10 અને એક્સેંટ પરત ખેંચી, જાણો શું છે ખામીBharatiya Janata Party (BJP) releases fifth list of eight candidates for Jharkhand Legislative Assembly. pic.twitter.com/sitbWJSeSE
— ANI (@ANI) November 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement