શોધખોળ કરો
ઝારખંડ ચૂંટણી: ભાજપે જાહેર કરી 52 ઉમેદવારોની યાદી, CM રઘુવર દાસ આ બેઠક પરથી લડશે
ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ વિધાનસભાની 81 બેઠકોમાંથી 52 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ વિધાનસભાની 81 બેઠકોમાંથી 52 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદી મુજબ, મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર ઈસ્ટ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉમેદવારોની યાદી જાહેર કરી.
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કેંદ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક પ્રધાનમંત્રી મોદીના ઘરે શનિવારે મળી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, જેપી નડ્ડા, રઘુવર દાસ, ઓમ પ્રકાશ માથુર, અર્જુન મુંડા અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. ઝારખંડ વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં 30 નવેમ્બરે શરૂ થશે. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરના, ત્રીજા, ચોથા અને પાંચમાં તબક્કાનું મતદાન ક્રમશ: 12,16 અને 19 ડિસેમ્બરના થશે. મતગણતરી 23 ડિસેમ્બરના થશે.Bharatiya Janata Party announces names of candidates for 52 seats out of 81 seats for the upcoming #JharkhandAssemblyPolls. Chief Minister Raghubar Das to contest from Jamshedpur East and Jharkhand party president Laxman Giluwa to contest from Chakradharpur. pic.twitter.com/dZy2QYJ0po
— ANI (@ANI) November 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
ક્રિકેટ
Advertisement
