શોધખોળ કરો
Advertisement
કોરોનાની વચ્ચે ઝારખંડમાં એન્કાઉન્ટર, નક્સલીઓ સાથેની અથડામણમાં 3 મહિલા નક્સલી ઠાર
ઝારખંડમાં પોલીસે ત્રણ નક્સલીઓને ઠાર માર્યા છે, પોલીસની નક્સલીઓ સાથે આ અથડામણ ચાઇબાસા જિલ્લામાં થઇ હતી
રાંચીઃ હાલ દેશભરમાં કોરોના સામે જંગ લડાઇ રહી છે, ત્યારે ઝારખંડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઝારખંડમાં પોલીસે ત્રણ નક્સલીઓને ઠાર માર્યા છે, પોલીસની નક્સલીઓ સાથે આ અથડામણ ચાઇબાસા જિલ્લામાં થઇ હતી.
સુત્રો અનુસાર, ચાઇબાસા જિલ્લામાં આજે બે નક્સલી ઘટનાઓ ઘટી, જેમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે જબરદસ્ત અથડામણ થઇ હતી, આ અથડામણમાં પોલીસે ત્રણ મહિલા નક્સલીઓને ઠાર મારી હતી.
કહેવાઇ રહ્યું છે કે, પહેલી ઘટના ગુદડી વિસ્તારના ટોમડેલ પંચાયતના ચિરિંગ ગામના રેયડદા ટોલા જંગલમાં શનિવારે સવારે ઘટી હતી. અહીં સીઆરપીએફે નક્સલીઓ સામે ઓપરેશન શરૂ કર્યુ હતુ.
જ્યારે બીજી ઘટના ચાઇબાસા જિલ્લામાં સોનુવા વિસ્તારમાં જોડાપોખર ગામમાં ઘટી હતી. અહીં નક્સલીઓએ વિસ્ફોટ કરીને એક ઘર ઉડાવી દીધુ હતુ. આ ઘટનાઓ બાદ પોલીસે વળતો હુમલો કરીને ત્રણ મહિલા નક્સલીઓને ઠાર મારી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement