શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ત્રણેય સેનાની પત્રકાર પરિષદ- ઓપરેશન બાલાકોટ સફળ, અમારી પાસે પૂરાવા
નવી દિલ્હી: ભારતીય વાયસેના, નૌસેના, થલસેનાની સંયુક્ત પત્રકાર પરિષદ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાને કાલે હવાઈ હુમલામાં લડાકૂ વિમાન એફ-16નો ઉપયોગ કર્યો જેના પૂરાવા ભારત પાસે છે. જે મિસાઈલના ટુકડા ભારતને મળ્યા છે માત્ર એફ-16 વિમાન જ લઈ જઈ શકે છે. આ રીતે ભારતીય સરહદમાં મળેલા મિસાઈલના ટુકડાથી નક્કી છે કે પાકિસ્તાને ભારત પર હુમલા માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કર્યો છે.
પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે એર ટૂ એર એમ્રામ મિસાઈલનો ઉપયોગ પાકિસ્તાને ભારતીય વાયુ સરહદે કર્યો જેમાં માત્ર એફ-16 વિમાન લઈ જઈ શકે છે. આ મિસાઈલના ટુકડા પણ પૂરાવા તરીકે રજૂ કરાયા અને તેનાથી પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ થઈ ગયો છે જેમાં તેણે કહ્યું હતું કે તેણે એફ-16 વિમાનનો ઉપયોગ નથી કર્યો.Visuals of cover of AARAM missile fired from Pakistani F-16 aircraft found near the LoC in India pic.twitter.com/qHdOm5cDqN
— ANI (@ANI) February 28, 2019
ભારતીય વાયસેના, નૌસેના, થલસેનાની સંયુક્ત પત્રકાર પરિષદમાં એર વાઈસ માર્શલ આર જી કે કપૂરે કહ્યું, પાકિસ્તાની એરક્રાફ્ટસે ભારતીય વાયુ હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું પરંતુ આપણા સૈન્ય ઠેકાણાઓને કોઈ નુકશાન નથી થયું. અમારી પાસે પુરતા પૂરાવા છે કે અમે આતંકી કેમ્પોને નુકશાન પહોંચાડ્યું છે. આપણું એક મિગ 21 વિમાન જેમાં ક્રેશ થયું પરંતુ આપણે પાકિસ્તાનના એફ-16 વિમાન તોડી પાડ્યું છે. જેના પૂરાવા પણ પત્રકાર પરિષદમાં રજૂ કરવામાં આવ્યા હતા. વાંચો: પાકિસ્તાનના PM ઈમરાન ખાનની જાહેરાત- પાયલટ અભિનંદનને કાલે ભારતને પરત કરશે ભારતની ત્રણેય સેના દ્વારા કરવામાં આવેલી પત્રકાર પરિષદામં મેજર જનરલ સુરેંદ્ર સિંહ મહલે કહ્યું 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. 2 દિવસમાં પાકિસ્તાને 35 વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.Air Vice Marshal RGK Kapoor to question by ANI on bombing on JeM terror camps in Balakot: Premature to say number of casualties on the camp, whatever we intended to destroy we got that result pic.twitter.com/lYzggEwGge
— ANI (@ANI) February 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion