શોધખોળ કરો
મોદી સરકારના બીજા કાર્યકાળના 50 દિવસોનું રિપોર્ટ કાર્ડ રજૂ, જે પી નડ્ડાએ ગણાવી સિદ્ધિઓ
નડ્ડાએ ગ્રામીએ ભારતના તમામ ગામ અને ઘરમાં 2024 સુધી સ્વચ્છ પીવાના પાણીની યોજનાને ક્રાંતિકારી ફેરફાર ગણાવ્યો હતો

નવી દિલ્હીઃ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદી સરકારના બીજા કાર્યકાળના 50 દિવસોનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો. ભાજપના હેડક્વાર્ટરમાં મીડિયા સાથેની વાતચીતમાં નડ્ડાએ કહ્યં કે, અત્યાર સુધી અમે 100 દિવસના પોતાના પ્રોગ્રેસ રિપોર્ટ રાખતા હતા પરંતુ વડાપ્રધાન મોદીએ 50 દિવસોમાં જ પોતાની સરકારના કામોની જાણકારી આપવાનો નિર્ણય કર્યો છે. નડ્ડાએ આ કામને ખેડૂતો, મજૂર અને કમજોર વર્ગના લોકોને સમર્પિત હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે દેશને પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના લક્ષ્ય સાથે વિકાસની રાહ પર ચાલવાનો નિર્ણય લીધો છે.
જેપી નડ્ડાએ કહ્યું કે, છેલ્લા 50 દિવસોમાં અમે પછાત વર્ગોનો ખ્યાલ રાખ્યો છે. નડ્ડાએ ગ્રામીએ ભારતના તમામ ગામ અને ઘરમાં 2024 સુધી સ્વચ્છ પીવાના પાણીની યોજનાને ક્રાંતિકારી ફેરફાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ગામના લોકો જાણે છે કે સ્વચ્છ પીવાનં પાણી તેમના માટે કેટલું મહત્વપૂર્ણ છે. દેશના તમામ ગામ અને ઘરોમાં સ્વચ્છ પીવાની વ્યવસ્થાના દૂરગામી પ્રભાવોને સમજવાની જરૂર છે. નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં 1.25 લાખ કિલોમીટરના રસ્તાને અપગ્રેડ કરવામાં આવશે. ગામને બજારો સાથે જોડવા પર ધ્યાન આપવામાં આવશે. આ ગ્રામીણ ઇકોનોમીને મજબૂત કરવાનો નિર્ણય છે. નડ્ડાએ સરકારની અનેક યોજનાઓનો ઉલ્લેખ કરી કહ્યું કે 2022 સુધી એક કરોડ 95 લાખ ઘરો સુધી ગેસ, ટોઇલેટ અને જળની સુવિધાઓનું વચન છે. મજૂરોને નિવૃતિ બાદ 3000 રૂપિયા સુધીની પેન્શનના સરકારના નિર્ણયની પણ તેમણે પ્રશંસા કરી હતી.आदरणीय श्री मोदी जी की सरकार ने पिछले पचास दिनों में जो फैसले लिए हैं, वो भविष्य के लिए अच्छे संकेत दे रहे हैं।
पिछले 50 दिन में जो फैसले हुए हैं वो पिछले 50 वर्षों में हुए फैसलों कहीं बेहतर हैं। जो देश के विकास में मील का पत्थर साबित होंगे: श्री @JPNadda #50DaysReportCard — BJP (@BJP4India) July 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
અમદાવાદ
Advertisement
