શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જસ્ટીસ કાટ્જૂનો રાજ ઠાકરેના પક્ષ MNS ને પડકાર કહ્યું 'હું ઇલાહબાદી ગુંડો છું'
મુંબઇઃ ભારતમાં પાકિસ્તાનની કલાકારોના કામ કરવાને લઇને ચાલી રહેલા વિવાદમાં હવે સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસ માર્કેડેય કાટ્જૂએ જપલાવ્યું છે. કાટ્જૂએ બુધવારે માહારાષટ્ર નવનિર્માણ સેના (મનસે) પર તીખી પ્રતિક્રિયા આપી હતી.
મનસે દ્વારા જાણીતા નિર્દેશક કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' નો વિરોધ કરવામાં આવી રહ્યા છે. કેમ કે તેમા પાકિસ્તાનના કલાકારો કામ કરી રહ્યા છે. કાટ્જૂએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, "મનસે અસહાય લોકો પર હૂમલા કેમ કરી રહ્યા છે.? જો તમારામાં હિમ્મત હોય તો આવો મારી લાકડી તમારી રાહ જોઇ રહી છે. જે તમારી ખબર લેવા માટે ઉતાળવી છે."
કાટ્જૂ વધુમાં જણાવ્યું હતું કે, મનસેના કાર્યકર્તા ગુંડા છે. જેમણે અરબ સાગરનું ખારુ પાણી ચાખ્યું છે. હું ઇલાહાબાદી ગુંડો છું, જેણે સંગમનું પાણી પીધુ છે.
ઉલ્લેખનીય છે કે, કાટ્જૂ પ્રેસ કાઉન્સીલના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. અને પોતાની બે ઘડક પોતાની વાત રાખવા માટે જાણીતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion