(Source: ECI/ABP News/ABP Majha)
Kabul Blast: અફઘાનિસ્તાનની સ્થિતિ ભયાનક, જાણો હજુ કેટલાક ભારતીયો ફસાયા છે
ભારત સરકારે અફઘાન નાગરિકોને બહાર કાવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તાલિબાનો દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
Kabul Blast: અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ત્યાંની પરિસ્થિતિ ઘણી ડરામણી બની ગઈ છે. અહીં દરરોજ લોકો મૃત્યુ પામે છે, કાં તો તાલિબાન ફાયરિંગમાં અથવા વિસ્ફોટોમાં. ભારત-યુએસએ સહિત તમામ દેશો તેમના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી રહ્યા છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં કેટલા ભારતીયો ફસાયા છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
કેટલાક ભારતીયો છે, જે સંપર્ક સ્થાપિત કરી શક્યા નથી - સૂત્ર
સરકારી સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં હવે વધારે ભારતીયો નથી. હાલમાં ત્યાં જે ભારતીયો છે તેમાંથી કેટલાક જલાલાબાદ અથવા નજીકના અન્ય વિસ્તારોમાં હોઈ શકે છે. આ એવા લોકો છે જેમની સાથે કોઈ સંપર્ક સ્થાપિત થયો નથી.
એરપોર્ટ પર વિસ્ફોટ વખતે ત્યાં કોઈ ભારતીય હાજર ન હતો
સરકારી સૂત્રો કહે છે કે ગભરાવા જેવું કંઈ નથી. ભારતે 'ઓપરેશન દેવી શક્તિ' હેઠળ અફઘાનિસ્તાનમાંથી મોટી સંખ્યામાં પોતાના લોકોને બહાર કાઢ્યા છે. જ્યારે ગુરુવારે એરપોર્ટ પર બ્લાસ્ટ થયો ત્યારે ત્યાં કોઈ ભારતીય હાજર ન હતો. ભારત સરકારે અફઘાન નાગરિકોને બહાર કાવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તાલિબાનો દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
કાબુલ એરપોર્ટ પર અરાજકતા જેવું વાતાવરણ
તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદથી હજારો અફઘાન દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને છેલ્લા ઘણા દિવસોથી એરપોર્ટ પર ભેગા થયા છે. યુદ્ધગ્રસ્ત દેશને છોડવા માટે એરપોર્ટ પર ગભરાટ જેવું વાતાવરણ છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પાછા ખેંચાયા ત્યારથી, તાલિબાનના ક્રૂર શાસનની આશંકાએ ઘણા લોકોને દેશ છોડવાની પ્રેરણા આપી છે. વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હોવા છતાં કાબુલ એરપોર્ટ પરથી ખાલી કરાવવા માટે ફ્લાઇટ્સ ઉડાડવામાં આવી રહી છે.