(Source: ECI/ABP News/ABP Majha)
ખેડૂત આંદોલનની દાદી વિશે ટ્વિટ કરવું કંગનાને ભારે પડ્યું, જાણો હવે બઠિંડા કોર્ટે શું આદેશ આપ્યો
ખેડૂત આંદલનના સમયનો ફોટો ટ્વિટ કરીને કંગનાએ લખ્યું હતું કે, આ દાદી 100 રુપિયા લઈને ખેડૂત આંદોલનમાં ભાગ લઈ રહી છે. વધુમાં કંગનાએ આરોપ લગાવ્યો હતો કે, આ દાદી શાહીન બાગમાં CAA વિરોધી આંદોલનમાં પણ હતી.
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત નવી મુશ્કેલીઓમાં ફસાતી જોવા મળી રહી છે. માનહાનિ કેસમાં બઠિંડાની એક કોર્ટે કંગનાને નોટીસ આપી છે અને 19 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. ખેડૂત આંદોલનમાં ભાગ લેનારી અને બઠિંડાના બહાદુરગઢ જંડિયાની એક વૃદ્ધા મહિંદર કૌરે કંગના સામે માનહાનિનો કેસ કર્યો હતો. વકીલે જણાવ્યા મુજબ કંગના જો 19 એપ્રિલે બઠિંડાની કોર્ટમાં હાજર નહી રહે તો તેની ધરપકડનું વોરંટ પણ બહાર પડી શકે છે.
પ્રતિઠ્ઠાને હાનિ પહોંચાડવાનો આરોપઃ
આ મામલો ખેડૂત આંદોલનના સમયનો છે જ્યારે બઠિંડાના બહાદુરગઢ જંડિયાની વૃદ્ધ દાદી મહિંદર કૌરે એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તે સમયનો ફોટો ટ્વિટ કરીને કંગનાએ લખ્યું હતું કે, આ દાદી 100 રુપિયા લઈને ખેડૂત આંદોલનમાં ભાગ લઈ રહી છે. વધુમાં કંગનાએ આરોપ લગાવ્યો હતો કે, આ દાદી શાહીન બાગમાં CAA વિરોધી આંદોલનમાં પણ હતી.
કોર્ટે કેસ અને સુનાવણીઃ
વકિલે આપેલી જાણકારી મુજબ, કંગનાના ટ્વિટ બાદ વૃદ્ધ દાદી મહિંદર કૌરે 4 જાન્યુઆરી 2021માં કેસ નોંધાવ્યો હતો. મહિંદર કૌરે આરોપ લગાવ્યો હતો કે, કંગાને તેમની પ્રતિષ્ઠાને ઓછી કરવાનું કામ કર્યું છે. આ કેસની સુનાવણી 13 મહિના સુધી ચાલી હતી. હવે આ સુનાવણીમાં કોર્ટે કંગનાને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે.
શું કહ્યું હતું કંગનાએઃ
કંગનાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, "જે દાદીને ટાઈમ મેગેજીને પાવપફુલ ઈંડિયન કહી હતી તે 100 રુપિયામાં ઉપલબ્ધ થઈ જાય છે. પાકિસ્તાની પત્રકારોએ શર્મનાક રીતે ભારતના આંતરરાષ્ટ્રીય પીઆરને હાઈજેક કરી લીધું છે." કંગનાના આ ટ્વિટને ખોટું ગણાવીને તેની ટીકા થઈ ત્યારે કંગાનાએ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.