શોધખોળ કરો
Advertisement
કાનપુર એન્કાઉન્ટર: ગેંગસ્ટર વિકાસ દુબે સહિત 8 દિવસમાં 6 લોકોનું પોલીસે કર્યું એન્કાઉન્ટર
આઠ પોલીસ કર્મીનો મુખ્ય હત્યારો અને ગેંગસ્ટર વિકાસ દુબેને એન્કાઉન્ટરમાં આઠમા દિવસે ઠાર માર્યો છે. યુપી પોલીસની ટીમ તેને ઉજ્જૈનથી કાનપુર લઈને આવતી હતી તે દરમિયાન કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી
આઠ પોલીસ કર્મીનો મુખ્ય હત્યારો અને ગેંગસ્ટર વિકાસ દુબેને એન્કાઉન્ટરમાં આઠમા દિવસે ઠાર માર્યો છે. યુપી પોલીસની ટીમ તેને ઉજ્જૈનથી કાનપુર લઈને આવતી હતી તે દરમિયાન કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી તે દરમિયાન તેણે ભાગવાન કોશિશ કરી હતી તે દરમિયાન એન્કાઉન્ટરમાં પોલીસે તેની ફાયરિંગ કર્યું હતું અને વિકાસ દુબેને ઠાર માર્યો હતો. વિકાસ દુબે પહેલા તેની ગેંગના 5 સાગરિતોને પણ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારી ચૂકી છે. વિકાસના ગેંગના ચાર સાગરિતો પણ પોલીસ કસ્ટડીમાં છે.
2 જૂનની રાતે વિકાસ દુબેના મામા પ્રેમ પ્રકાશ પાંડે અને ચચેરા ભાઈ અતુલ દુબેનો પોલીસે કાનપુર એન્કાઉન્ટરમાં જ ઠાર મારી દીધા હતાં. ત્યાર બાદ શુક્રવાર સવારે હમીરપુર એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના ડાબો હાથ ગણાતો અમર દુબેને મારી દીધો હતો. આઠ પોલીસ કર્મીઓની હત્યામાં અમર દુબેનો મોટો હાથ હતો. ત્યાર બાદ ગુરુવારે વિકાસના સાથી પ્રભાતને કાનપુરના પનકી અને બબુઆ દુબે ઉર્ફે પ્રવીણને ઈટાવામાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતાં. આ રીતે વિકાસ સહિત છ લોકોને પોલીસે ઠાર માર્યા હતાં.
વિકાસ દુબેના બે નજીકના દયાશંકર અગ્નિહોત્રી અને શ્યામૂ બાજપેયીને પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી હતી. ગુરૂવારે વિકાસ દુબેની સાથે તેના બે સાથી મિત્રોની પણ ધરપકડ કરી હતી. આ રીતે કાનપુર એન્કાઉન્ટરના ચાર આરોપી હજુ પોલીસની કસ્ટડીમાં છે.
વિકાસ દુબે ગુરૂવારે સવારે લગભગ 8 વાગે મહાકાલ મંદિર દર્શન કરવા પહોંચ્યો હતો. તેણે સુરક્ષાકર્મીઓને પોતાના વિશે બતાવ્યું અને તેને પોલીસને સૂચના આપવા માટે કહ્યું. એક વાયરલ થયેલા ફોટોમાં દુબેને મંદિર પરિસરની અંદર એક સોફામાં આરામથી બેઠેલો જોવા મળ્યો હતો. ત્યાર બાદ મધ્યપ્રદેશ પોલીસે તેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. રસ્તામાં તેણે પોલીસને પોતાનો ધમંડ પણ બતાવ્યો. વિકાસ દુબેને જ્યારે પોલીસે પકડ્યો ત્યારે તે બુમો પાડતો હતો અને કહેતો હતો કે, હું વિકાસ દુબે છું કાનપુર વાળો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement