શોધખોળ કરો
Advertisement
કર્ણાટક: પેટા ચૂંટણીની જાહેરાત બાદ કૉંગ્રેસ-JDS ગઠબંધન તૂટ્યું, કુમારસ્વામીએ કહ્યું- 15 સીટો પર લડીશું ચૂંટણી
કર્ણાટકમાં વિધાનસભાની 15 સીટો પર 21 ઓક્ટબરે પેટાચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોરના રોજ પરિણામ જાહેર કરાશે. રાજ્યમાં હાલ ભાજપની સરકાર છે આ પહેલા કૉંગ્રેસ-જેડીએસની ગઠબંધનવાળી સરકાર હતી.
બેંગલુરુ: કર્ણાટકમાં વિધાનસભા પેટાચૂંટણીની જાહેરાત બાદ કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. રાજ્યમાં જેડીએસ એ15 સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પેટાચૂંટણી 17માંથી 15 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ સીટો પરના ધારાસભ્યને ગેરલાયક ઠેરવ્યા હતા.
કર્ણાટકમાં વિધાનસભાની 15 સીટો પર 21 ઓક્ટબરે પેટાચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોરના રોજ પરિણામ જાહેર કરાશે. રાજ્યમાં હાલ ભાજપની સરકાર છે આ પહેલા કૉંગ્રેસ-જેડીએસની ગઠબંધનવાળી સરકાર હતી.
ચૂંટણીની જાહેરાત બાદ ગેરલાયક ઠેરવેલા ધારાસભ્યોનું કહેવું છે કે તે સોમવારે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ કરશે. આ ધારાસભ્યોનું કહેવું છે કે આ સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિગ છે તેથી તેઓ તેના આધારે પેટા ચૂંટણી પર રોક લગાવવાની માંગ કરશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં વિશ્વાસમત દરમિયાન કૉંગ્રેસ-જેડીએસના 17 ધારાસભ્યોની ગેરહાજરી અને રાજીનામા બાદ જુલાઈમાં એચડી કુમાર સ્વામીની સરકારે પડી ભાંગી હતી. તેના બાદ ભાજપના યેદુયરપ્પાએ સરકાર બનાવી હતી.
હાલમાં ભાજપ પાસે એક અપક્ષ સહિત 105 ધારાસભ્યનું સંખ્યાબળ છે. 17 ધારાસભ્યનો ગેરલાયક ઠેરવ્યા બાદ વિધાનસભામાં કુલ 208 ધારાસભ્ય છે. કૉંગ્રેસના 66, જેડીએસના 34 ધારાસભ્ય છે. વિધાનસભાની વાસ્તવિક સંખ્યા 225 સભ્યોની છે અને બહુમત માટે 113 ધારાસભ્યોની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement