(Source: ECI/ABP News/ABP Majha)
BJP Candidates List: કર્ણાટક ચૂંટણીને લઈ ભાજપે 189 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મંગળવારે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
Karnataka Election BJP Candidate List: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મંગળવારે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક માટે પહોંચ્યા હતા. અરુણ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, બીએલ સંતોષ પણ જેપી નડ્ડાના નિવાસસ્થાને હાજર હતા. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આજે અમે આગામી કર્ણાટક ચૂંટણી 2023 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી રહ્યા છીએ.
BJP releases a list of 189 candidates for the upcoming #KarnatakaElections2023 pic.twitter.com/Pt0AZTaIBE
— ANI (@ANI) April 11, 2023
ભાજપે કહ્યું છે કે નવા લોકોને તક આપવામાં આવી રહી છે. 52 નવા ઉમેદવારો છે. જેમાંથી 32 ઉમેદવારો ઓબીસી, 30 એસસી અને 16 એસટી ઉમેદવાર છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે 9 ડોક્ટર્સ, 31 પોસ્ટ ગ્રેજ્યુએટ, 5 વકીલ, 3 એકેડેમિક, 1 IAS, 1 IPS, 3 રિટાયર્ડ ઓફિસર અને 8 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
સીએમ બોમ્મઈ શિગગાંવથી ચૂંટણી લડશે
અરુણ સિંહે કહ્યું કે સીએમ બસવરાજ બોમ્મઈ શિગગાંવથી ચૂંટણી લડશે. પહેલા અહીંથી જીત્યા છે. બાળાસાહેબ પાટીલ કાગવાડથી ચૂંટણી લડશે. ગોવિંદ કારજોલ મુદુલથી, શ્રીરામુલુ બેલ્લારીથી, મુર્ગેશ નિરાની બિલ્ગીથી ચૂંટણી લડશે. સીટી રવિને ચિકમગલુરથી ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
ડીકે શિવકુમારની સામે આર અશોક
રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ.સુધાકર ચિક્કાબલ્લાપુર બેઠક પરથી ચૂંટણી લડશે. કર્ણાટકના મંત્રી આર અશોક પદ્મનાભનગર અને કનકપુરા એમ બે બેઠક પરથી ચૂંટણી લડશે. આર અશોક કનકપુરામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે ચૂંટણી લડવાના છે. રાજ્ય મંત્રી ડૉ. અશ્વથનારાયણ સીએન મલ્લેશ્વરમ બેઠક પરથી ચૂંટણી લડશે. વી સોમન્ના વરુણથી ચૂંટણી લડશે, તેમને સિદ્ધારમૈયા સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 34 નામોની યાદી હજુ બાકી છે. આગામી એક-બે દિવસમાં રિલીઝ થશે. જગદીશ શેટ્ટર અમારા મોટા નેતા છે, અમે તેમને મનાવી શકીશું. અમે તેની સાથે વાત કરી છે. અમે માનીએ છીએ કે તે અમારી સાથે હશે. ઈશ્ર્વરપ્પા અને જગદીશ શેટ્ટરની સીટ પર ટિકિટ હોલ્ડ રાખામાં આવી છે.
ઇશ્વરપ્પા નિવૃત્ત થયા
અગાઉ કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા ઈશ્વરપ્પાએ ચૂંટણીના રાજકારણમાંથી 'નિવૃત્તિ' લઈ લીધી છે. ઇશ્વરપ્પાએ મંગળવારે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને જણાવ્યું હતું કે તેઓ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવા માગે છે અને તેમને વિનંતી કરી હતી કે 10 મેની વિધાનસભાની ચૂંટણીમાં તેમને કોઈપણ બેઠક પરથી મેદાનમાં ઉતારવાનું વિચારશો નહીં. ઇશ્વરપ્પાએ ચાર દાયકા સુધી પાર્ટીને મજબૂત કરવા માટે કર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા સાથે મળી મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજેપી નેતૃત્વએ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના નેતા જગદીશ શેટ્ટરને ચૂંટણી ન લડવા માટે કહ્યું છે, પરંતુ તેમણે આ નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો છે.