શોધખોળ કરો
Advertisement
કર્ણાટક વિધાનસભાની પેટા ચૂંટણી સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી સ્થગિત: ચૂંટણી પંચ
કર્ણાટકમાં પેટાચૂંટણી 17માંથી 15 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ સીટો પરના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા.
નવી દિલ્હી: ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે કર્ણાટક વિધાનસભાની 15 સીટો પર યોજાનારી પેટા ચૂંટણી ટાળવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કર્ણાટકના 17 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા વિરુદ્ધની અરજી પર નિર્ણ કરશે. જેના બાદ ચૂંટણી આયોગે આ નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું કે આ મામલે 22 ઓક્ટોબરે દલલી સાંભળશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના વિધાનસભા અધ્યક્ષ કે.આર.રમેશ કુમારે ધારાસભ્યનો કાર્યકાળ સમાપ્ત થાય ત્યાં સુધી 14 અસંતુષ્ટ ધારાસભ્યોને તાત્કાલિક પ્રભાવથી અયોગ્ય ઠેરવ્યા હતા. જેમાં કૉંગ્રેસના 11 અને જેડીએસના ત્રણ ધારાસભ્ય છે. એચડી કુમાર સ્વામીની સરકારે પડી ગયા બાદ ભાજપના યેદુયરપ્પાએ સરકાર બનાવી હતી. આ પહેલા વિધાનસભા સ્પીકરે કુમારસ્વામીની સરકાર પડી ગયા બાદ કાર્યવાહી કરતા ત્રણ ધારાસભ્યને ગેરલાયક ઠેરવ્યા હતા.
હાલમાં ભાજપ પાસે એક અપક્ષ સહિત 105 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. 17 ધારાસભ્યનો ગેરલાયક ઠેરવ્યા બાદ વિધાનસભામાં કુલ 208 ધારાસભ્ય છે. કૉંગ્રેસના 66, જેડીએસના 34 ધારાસભ્ય છે. વિધાનસભાની વાસ્તવિક સંખ્યા 225 સભ્યોની છે અને બહુમત માટે 113 ધારાસભ્યોની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement