Karnataka Cabinet Ministers List: જી.પરમેશ્વર, એમબી પાટિલ સહિત આ 11 નેતા સિદ્ધારમૈયાની સરકારમાં બની શકે છે મંત્રી
એમબી પાટીલ ભૂતપૂર્વ સાંસદ તેમજ સિદ્ધારમૈયાની છેલ્લી સરકારમાં મંત્રી હતા.
Karnataka Cabinet Ministers Probable List: ગુરુવારે (મે 18), કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં સરકારની રચના અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી પદ માટે ડીકે શિવકુમારના નામની જાહેરાત કરી છે. કર્ણાટક કેબિનેટના સંભવિત મંત્રીઓની યાદી પણ બહાર આવી છે.
જી. પરમેશ્વર, એમબી પાટીલ, કેજે જ્યોર્જ, પ્રિયાંક ખડગે, બીઆર રેડ્ડી, રૂપા શશિધર (કેએચ મુનિયપ્પાની પુત્રી), ઈશ્વર ખંડ્રે, જમીર અહેમદ, તનવીર સૈત, લક્ષ્મણ સાવદી, ક્રિષ્ના બાયરે ગૌડા સિદ્ધારમૈયાની સરકારમાં મંત્રી બની શકે છે. જી પરમેશ્વર રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. લાંબા સમય સુધી કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ હોવા ઉપરાંત તેમણે રાજ્ય સરકારમાં ઘણા મંત્રાલયો પણ સંભાળ્યા છે.
એમબી પાટીલ ભૂતપૂર્વ સાંસદ તેમજ સિદ્ધારમૈયાની છેલ્લી સરકારમાં મંત્રી હતા. તેઓ પ્રભાવશાળી લિંગાયત સમુદાયના છે. કેજે જ્યોર્જ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેઓ એચડી કુમારસ્વામી અને સિદ્ધારમૈયાની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેનું નામ પણ સંભવિત મંત્રીઓની યાદીમાં છે.
2016 માં 38 વર્ષની ઉંમરે પ્રિયાંક ખડગે તત્કાલિન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના મંત્રીમંડળમાં IT, BT અને પ્રવાસન મંત્રી તરીકે શપથ લેનારા સૌથી યુવા મંત્રી બન્યા હતા. તેમણે એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાં સમાજ કલ્યાણના કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ કેએચ મુનિયપ્પાની પુત્રી રૂપા શશિધરનું નામ પણ સંભવિતોની યાદીમાં છે. બીજી તરફ, ઇશ્વર ખંડ્રે અગાઉની સિદ્ધારમૈયા સરકારમાં 2016 થી 2018 સુધી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને પબ્લિક એન્ટરપ્રાઇઝિસ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે. સંભવિત મંત્રીઓની યાદીમાં સામેલ તનવીર સૈત 2016 થી 2018 સુધી કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજ્ય મંત્રી હતા.
લક્ષ્મણ સાવદીનું નામ પણ સિદ્ધારમૈયા સરકારના સંભવિત મંત્રીઓની યાદીમાં છે. સાવદી અગાઉ ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી ન હતી, ત્યારબાદ તેઓ ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા હતા. આ યાદીમાં પૂર્વ મંત્રી કૃષ્ણા બાયરે ગૌડાનું નામ પણ છે.
Karnataka CM : સીએમની મહોર લાગતાં જ સિદ્ધારમૈયાના ઘર બહાર સિક્યુરિટી વધારવામાં આવી, શિવકુમાર ડેપ્યુટી સીએમ, જાણો ક્યારે લેશે શપથ
Karnataka Government Formation: કર્ણાટકમાં મુખ્યપ્રધાનના નામને લઈને ચાલી રહેલી ખેંચતાણનો હવે અંત આવ્યો છે. કર્ણાટકના આગામી મુખ્યમંત્રી માટે સિદ્ધારમૈયાનું નામ ફાઈનલ થઈ ગયું છે, જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી રહ્યા છે. શપથ ગ્રહણ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે બેંગલુરુમાં થશે.
તે જ સમયે, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાના નામ પર સીએમની મહોર બાદ હવે તેમના નિવાસસ્થાનની બહાર ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. તેમના સમર્થકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કર્ણાટકના જુદા જુદા ભાગોમાં સિદ્ધારમૈયાના પોસ્ટર અને બેનરો દેખાય છે. સાથે જ નેતાના જય જયકારના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. આ સમર્થકોએ તેમના નિવાસસ્થાનની બહાર મુકેલા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના લાઈફ સાઈઝ ફોટોને દૂધ અર્પણ કર્યું હતું