શોધખોળ કરો
Advertisement
કર્ણાટક સંકટ: કૉંગ્રેસ બાદ JDSના મંત્રીઓએ આપ્યા રાજીનામા, બનશે નવું મંત્રીમંડળ
કૉંગ્રેસના મંત્રીઓ બાદ હવે જેડીએસના મંત્રીઓએ પણ રાજીનામા આપી દિધા છે. કર્ણાટકમાં જલ્દી નવુ મંત્રીમંડળ બનાવવામાં આવી શકે છે.
બેંગલુરૂ: કર્ણાટકમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ અને જેડીએસના કુલ 13 ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામીની સરકાર સંકટમાં છે. આ સાથે જ અપક્ષ ધારાસભ્યોએ પણ પોતાનું સમર્થન પરત લઈ લીધું છે. ભાજપ ફરી એક વાર રાજ્યમાં સરકાર બનાવવા માટે એક્ટિવ જોવા મળી રહી છે. જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેઓ મુંબઈમાં છે.
કૉંગ્રેસ જેડીએસ સરકારને બહારથી સમર્થન આપનારા બસપાના ધારાસભ્ય મહેશનું કહેવું છે કે મારૂ સમર્થન સરકારને ચાલુ રહેશે. પરંતુ તેમણે એસસી, એસટી માટે વધારે ફંડ જોઈએ છે. 15 દિવસ પહેલા જ માયાવતીએ કહ્યું હતું કે તેઓ ગઠબંધન સાથે જ રહેશે.
કૉંગ્રેસના મંત્રીઓ બાદ હવે જેડીએસના મંત્રીઓએ પણ રાજીનામા આપી દિધા છે. કર્ણાટકમાં જલ્દી નવુ મંત્રીમંડળ બનાવવામાં આવી શકે છે. જેડીએસે પોતાના ધારાસભ્યોને એકજૂટ કરવા માટે 35 રૂમ બૂક કરાવ્યા છે. જ્યાં ધારાસભ્યોને રાખવામાં આવશે. આ રૂમ ત્રણ દિવસ માટે બૂક કરવામાં આવ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું જે પણ મુશ્કેલી છે તેનો હલ જલ્દી લાવવામાં આવશે. સરકાર પર કોઈ પણ પ્રકારનું સંકટ નથી, સરકાર એકદમ સારી રીતે ચાલશે.All ministers from #JDS have submitted their resignations just like the 21 ministers from #Congress. Cabinet reshuffle will happen soon.
— CM of Karnataka (@CMofKarnataka) July 8, 2019
કૉંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ ટ્વિટ કરી તમામ ધારાસભ્યોને અપીલ કરી છે કે તેઓ પોતાના રાજીનામા પરત લે. સાથે જ તેમણે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ આરએસએસ ક્યારેય સંવિધાનનું સમ્માન નથી કરતા. ભાજપ સતત અમારી સરકારને પાડવાની કોશિશ કરે છે. તેમણે કહ્યું ભાજપ અમારા ધારાસભ્યોને ડરાવવાની કોશિશ કરી રહ્યું છે.I, on behalf of @INCIndia party, request all those who have resigned to reconsider their decision & strengthen our government.
— Siddaramaiah (@siddaramaiah) July 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement