શોધખોળ કરો
Advertisement
કંગના રનૌત વિરુદ્ધ કોર્ટે FIR નોંધવાનો આપ્યો આદેશ, જાણો શું છે મામલો
કર્ણાટકની એક કોર્ટે ખેડૂતોના અપમાન મામલે એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ કર્યો છે.
નવી દિલ્હી: કર્ણાટકની એક કોર્ટે ખેડૂતોના અપમાન મામલે એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ કર્યો છે. કોર્ણાટકની તુમકુર કોર્ટે કંગના વિરુદ્ધ ક્યથસાંદ્રા પોલીસ સ્ટેશનને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે.
રમેશ નાઈલ એલ એ કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદકર્તાઓનું કહેવું છે કે, કંગનાએ ખેડૂતોનું અપમાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કૃષિ સંબંધિત ત્રણ બિલને સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ દેશમાં ઘણી જગ્યાએ ખેડૂત રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેને લઈને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે.
આ ટ્વીટને રીટ્વીટ કરતા કંગના રનૌતે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રીજી કોઈ ઊંઘતું હોય તેને જગાડી શકાય, જેને ગફલત થઈ હોય તેને સમજાવી શકાય છે, પરંતુ જે ઊંઘવાની એક્ટિંગ કરે છે, ન સમજવાની એક્ટિંગ કરે છે, તેને તમારા સમજાવાથી શું ફરક પડશે ? આ તે આતંકી છે દે સીએએથી એક પણ વ્યક્તિનું નાગરિત્વ નથી ગયું પણ તેઓ ખૂનની નદીઓ વહાવી દીધી હતી.” કંગનાના આ ટ્વિટ પર ભારે ટીકા થઈ હતી, જો કે બાદમાં તેણે ફરી એક ટ્વીટ કરીને સફાઈ આપી હતી.
जैसे श्री कृष्ण की नारायणी सेना थी, वैसे ही पप्पु की भी अपनी एक चंपू सेना है जो की सिर्फ़ अफ़वाहों के दम पे लड़ना जानती है, यह है मेरा अरिजिनल ट्वीट अगर कोई यह सिद्ध करदे की मैंने किसानों को आतंकी कहा, मैं माफ़ी माँगकर हमेशा केलिए ट्वीटर छोड़ दूँगी 🙏 https://t.co/26LwVH1QD9
— Kangana Ranaut (@KanganaTeam) September 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement