Karnataka Election Result: ભાજપ સામે બળવો કરવો ભારે પડ્યો, પૂર્વ CM જગદીશ શેટ્ટાર ચૂંટણી હાર્યા, ટિકિટ ન મળતા કોગ્રેસમાં સામેલ થયા હતા
પરંતુ આ વખતે ટિકિટ ન મળવાથી નારાજ થઈને તેઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા
Karnataka Election Result 2023: બીજેપી વિરુદ્ધ બળવો પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારને ભારે પડ્યો હતો. જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડ સેન્ટ્રલ સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. તેમને ભાજપના મહેશ ટેગીનકઇએ મોટા માર્જિનથી પરાજય આપ્યો હતો.
શેટ્ટાર ભાજપ સરકારમાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, પરંતુ આ વખતે ટિકિટ ન મળવાથી નારાજ થઈને તેઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમને એ જ હુબલી ધારવાડ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા જ્યાં તેઓ ભાજપની ટિકિટ પર ધારાસભ્ય હતા.
રસપ્રદ વાત એ છે કે લિંગાયત સમુદાયના મોટા નેતા કહેવાતા શેટ્ટારને પોતાના જ શિષ્યના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. શેટ્ટારને હરાવનાર ભાજપના મહેશ ટેગીનકઇએ ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાને તેમનો શિષ્ય ગણાવતા રહ્યા છે.
ડીકે શિવકુમાર 1.5 લાખ મતોથી જીત્યા
કર્ણાટકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારને જનતા દ્વારા મોટી જીત મળી છે. કનકપુરા સીટના ઉમેદવાર ડીકે શિવકુમાર 1.5 લાખ મતોથી ચૂંટણી જીત્યા હતા. આ તેની સતત 8મી જીત છે. ડીકે શિવકુમાર પણ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે.
પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા પણ ચૂંટણી જીત્યા છે. તેઓ વરુણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા.
ભાજપે હાર સ્વીકારી લીધી
ભારતીય જનતા પાર્ટીએ મતગણતરીના ટ્રેન્ડમાં પાછળ રહીને હાર સ્વીકારી લીધી છે. સીએમ બસવરાજ બોમ્મઇ પરિણામો પર કહ્યું કે તેઓ આદેશનું સન્માન કરે છે અને તેનો વિગતવાર અભ્યાસ કરશે. અમે જોઈશું કે અંતર ક્યાં રહે છે અને ફરીથી લોકસભામાં પાછા આવીશું.
કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું, "લોકશાહીમાં જીતવું કે હારવું એ મોટી વાત નથી. અમે અમારી હાર સ્વીકારી લીધી છે. અમે વિપક્ષ તરીકે લડીશું અને અમારો ઉદ્દેશ્ય 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો જીતવાનો છે."
Karnataka Election Results 2023: કરોડોની સંપત્તિ, ભ્રષ્ટાચારના આરોપ.... કોણ છે કર્ણાટકમાં કોંગ્રેસના ‘સંકટમોચક’ ડીકે શિવકુમાર
Karnataka Election Results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આવા ઘણા નેતાઓ ચર્ચામાં હતા, પરંતુ સૌથી વધુ ચર્ચામાં એક નામ ડીકે શિવકુમારનું છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડ્યા હતા, ડીકે શિવકુમારની કનકપુરા સીટ પરથી જીત થઈ છે. તેમણે આશરે 40 હજાર વોટથી જીત હાંસલ કરી છે. ડીકે શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી રહી છે. તેઓ કોણ છે અને શા માટે તેઓ ચર્ચામાં છે તેની સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું.
ડીકે શિવકુમાર કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે
ડીકે શિવકુમાર હાલમાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે. તેઓ ગાંધી પરિવારના ખૂબ જ નજીકના ગણાતા નેતા છે. આ વખતે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ માટે સીએમ ઉમેદવાર પણ છે. સીએમ પદ માટે તેમની સીધી ટક્કર સિદ્ધારમૈયા સાથે છે. રાજનેતા હોવા ઉપરાંત, ડીકે શિવકુમાર એક શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર પણ છે. તેમણે વર્ષ 2006માં કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી મૈસૂરમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ઓફ આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે