Karnataka Elections 2023: કર્ણાટકમાં આજે ચૂંટણી રવિવાર, મોદી-શાહને રાહુલ-પ્રિયંકાની ટક્કર, જાણો ડિટેલ્સ
કર્ણાટક ચૂંટણીના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુંમાં 36 કિલોમીટર લાંબો રૉડ શૉ કરવાના છે. પીએમ મોદીનો આ મેગા રૉડ શૉ બે ભાગમાં થશે.
Karnataka Assembly Elections 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. રાજ્યમાં આજે ચૂંટણી રવિવાર છે. એકબાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતરશે તો બીજીબાજુ તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જોડી પણ મેદાનમાં ચૂંટણીની ધૂમ મચાવતા દેખાશે. એકંદરે આજે ચૂંટણી રાજ્યમાં અનેક જાહેરસભાઓ જોવા મળશે.
કર્ણાટક ચૂંટણીના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુંમાં 36 કિલોમીટર લાંબો રૉડ શૉ કરવાના છે. પીએમ મોદીનો આ મેગા રૉડ શૉ બે ભાગમાં થશે. આમાંથી એક એટલે કે 26 કિલોમીટર લાંબો રૉડ શૉ ગત 6 મેના દિવસે કરવામાં આવ્યો છે. વળી, આજે (7 મે) બીજો 10 કિલોમીટર લાંબો રૉડ શૉ યોજાવાનો છે. રૉડ શૉ પછી પીએમ મોદી શિવમોગ્ગા અને મૈસૂરમાં બે જાહેર સભાઓને પણ સંબોધશે.
આજે આવો રહેવાનો છે કોંગ્રેસ-ભાજપનો પ્રચાર -
ભાજપ તરફથી વડાપ્રધાન રાજધાની બેંગલુરુમાં જોવા મળશે, તો વળી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેલગાવી અને અન્ય વિસ્તારોની કમાન સંભાળશે. અમિત શાહ અહીં કુલ 4 રૉડ શૉ અને જનસભાને સંબોધશે. કોંગ્રેસ પણ પ્રચારમાં પાછળ નથી. કોંગ્રેસ તરફથી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બેંગલુરુમાં રહેસે. જ્યાં તે બે શેરી કૉર્નર મીટિંગ કરશે અને પ્રિયંકા ગાંધી સાથે રૉડ શૉ પણ કરશે. આ ઉપરાંત પ્રિયંકા બે રૉડ શૉ અને બે જાહેર સભાને સંબોધશે.
ABP Cvoter Karnataka Opinion Poll Live: કર્ણાટકને લઈ ABP ન્યૂઝનો ફાઈનલ ઓપિનિયન પોલ, BJPને લાગી શકે છે મોટો ઝટકો, જાણો સર્વેના ચોંકાવનારા આંકડા
કર્ણાટકમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે ?
કુલ બેઠકો 224
ભાજપ - 73 થી 85 બેઠકો
કોંગ્રેસ - 110 થી 122 બેઠકો
જેડીએસ - 21 થી 29 બેઠકો
અન્ય- 02 થી 06 બેઠકો
કર્ણાટકમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળી શકે છે ?
કુલ બેઠકો 224
ભાજપ - 36 ટકા
કોંગ્રેસ - 40 ટકા
જેડીએસ - 16 ટકા
અન્ય - 08 ટકા
હૈદરાબાદ કર્ણાટક રીઝનમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે ?
હૈદરાબાદ કર્ણાટક રીઝનમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે ?
કુલ બેઠકો 31
ભાજપ - 6 થી10
કોંગ્રેસ - 18 થી 22
જેડીએસ- 0-2
અન્ય - 0-3
હૈદરાબાદ કર્ણાટક રીઝનમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળી શકે છે ?
હૈદરાબાદ કર્ણાટક રીઝનમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળી શકે છે ?
કુલ બેઠકો 31
ભાજપ - 38 ટકા
કોંગ્રેસ - 45 ટકા
જેડીએસ- 10
અન્ય - 7