શોધખોળ કરો

Karnataka Govt Decision: હવે કર્ણાટકમાં હિજાબ પહેરીને જઈ શકાશે સ્કૂલ, BJP સરકારનો નિર્ણય કોંગ્રેસે બદલ્યો

Karnataka Govt Decision: કર્ણાટક સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં શાળાઓ અને કોલેજોમાં ડ્રેસ કોડ અંગેના 2022ના આદેશને પાછો ખેંચી લીધો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કર્ણાટક સરકારે ડ્રેસ કોડ અંગે 2022નો આદેશ પાછો ખેંચ્યો.
  • વિદ્યાર્થીઓને મર્યાદિત પરંપરાગત, ધાર્મિક પ્રતીકો પહેરવાની મંજૂરી.
  • હિજાબ, પાઘડી, જનોઈ પહેરનાર વિદ્યાર્થીઓને પ્રવેશ નકારાશે નહીં.
  • કોઈપણ વિદ્યાર્થીને ગણવેશમાં ખાસ પ્રતીકો પહેરવા ફરજ પાડવામાં આવશે નહીં.

Karnataka Allows School Students To Wear Hijab:  કર્ણાટક સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં શાળાઓ અને કોલેજોમાં ડ્રેસ કોડ અંગેના 2022ના આદેશને પાછો ખેંચી લીધો છે. સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં જણાવાયું છે કે ગણવેશ ફરજિયાત રહેશે, પરંતુ વિદ્યાર્થીનીઓને "મર્યાદિત પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો" પહેરવાની મંજૂરી આપવામાં આવશે. નવી નીતિ હેઠળ વિદ્યાર્થીઓ હવે શાળાઓ અને કોલેજોમાં હિજાબ, પાઘડી (પેટા), જનોઈ, શિવધારા અને રુદ્રાક્ષ પહેરી શકશે, જો કે તે નિર્ધારિત ગણવેશનું પૂરક હોય અને તેની મૂળ ભાવનાને પ્રભાવિત ના કરે. 

સરકારે જણાવ્યું કે પ્રવેશ કરતા અટકાવી શકાશે નહીં 

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પરંપરાગત પ્રતીકો પહેરવા બદલ કોઈપણ વિદ્યાર્થીને વર્ગખંડ, શૈક્ષણિક સંસ્થા અથવા પરીક્ષા ખંડમાં પ્રવેશ નકારી શકાય નહીં. વધુમાં કોઈપણ વિદ્યાર્થીનીને તે પહેરવાની ફરજ પાડવામાં આવશે નહીં અથવા તેને હટાવવાની ફરજ પાડવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

આદેશ શું કહે છે?

આદેશમાં જણાવાયું છે કે કર્ણાટક શિક્ષણ અધિનિયમ, 1983, રાજ્યને શિસ્ત જાળવવાનો અધિકાર આપે છે, પરંતુ સંસ્થાઓએ પણ બિનસાંપ્રદાયિક અને સમાવિષ્ટ વાતાવરણ સુનિશ્ચિત કરવું જોઈએ. સરકારે જણાવ્યું હતું કે બંધારણીય ધર્મનિરપેક્ષતાનો અર્થ વ્યક્તિગત માન્યતાઓનો વિરોધ કરવાનો નથી, પરંતુ સંસ્થાકીય નિષ્પક્ષતા અને ભેદભાવ રહિત રાખવાનો છે. આદેશમાં બસવન્નાના "ઇવાનમ્મવા" (તે આપણો પોતાનો છે) ના સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું હતું કે કોઈપણ વિદ્યાર્થીને શિક્ષણથી વંચિત ન રાખવો જોઈએ.

આદેશ તાત્કાલિક અમલમાં આવશે.

આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે અને તેનો વિરોધાભાસ કરતા અગાઉના તમામ સંસ્થાકીય આદેશો અને સ્થાનિક ઠરાવો આપમેળે રદ કરવામાં આવશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રીય અથવા રાજ્ય-સ્તરની પરીક્ષાઓ દરમિયાન લાગુ પડતા ખાસ ડ્રેસ કોડ નિયમો યથાવત રહી શકે છે. શાળા શિક્ષણ કમિશનર અને પ્રી-યુનિવર્સિટી શિક્ષણ નિયામકને રાજ્યભરમાં આ નિયમોના સમાન અને ભેદભાવ વિના અમલીકરણની ખાતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. 

ફેબ્રુઆરી 2022માં કર્ણાટકમાં ભાજપ સરકારે શાળાઓમાં હિજાબ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદતો આદેશ જાહેર કર્યો. તે સમયે સરકારે દલીલ કરી હતી કે વિદ્યાર્થીઓએ ફક્ત નિર્ધારિત ગણવેશનું પાલન કરવું જોઈએ. આ પ્રતિબંધથી રાજ્યભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા અને ઘણી મુસ્લિમ વિદ્યાર્થીનીઓને વર્ગોમાં જવાથી રોકવામાં આવી. કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં આવ્યા પછી આ નિર્ણયને બદલવાનું વચન આપ્યું હતું અને હવે તેને લાગુ કરવામાં આવ્યો છે. 

Frequently Asked Questions

કર્ણાટક સરકારે શાળાઓમાં ડ્રેસ કોડ અંગે કયો નવો નિર્ણય લીધો છે?

કર્ણાટક સરકારે 2022નો ડ્રેસ કોડ આદેશ પાછો ખેંચી લીધો છે. હવે વિદ્યાર્થીઓ નિર્ધારિત ગણવેશ સાથે મર્યાદિત પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો પહેરી શકશે.

નવી માર્ગદર્શિકા હેઠળ કયા ધાર્મિક પ્રતીકો પહેરવાની મંજૂરી આપવામાં આવી છે?

નવી નીતિ હેઠળ વિદ્યાર્થીઓ હિજાબ, પાઘડી, જનોઈ, શિવધારા અને રુદ્રાક્ષ પહેરી શકશે, જો તે ગણવેશનું પૂરક હોય.

શું ધાર્મિક પ્રતીકો પહેરવા બદલ વિદ્યાર્થીઓને પ્રવેશ નકારી શકાય છે?

ના, આ પરંપરાગત પ્રતીકો પહેરવા બદલ કોઈપણ વિદ્યાર્થીને વર્ગખંડ, સંસ્થા અથવા પરીક્ષામાં પ્રવેશ નકારી શકાશે નહીં.

આ નવો આદેશ ક્યારે લાગુ થશે?

આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે અને તેનો વિરોધાભાસ કરતા અગાઉના તમામ આદેશો રદ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Embed widget