શોધખોળ કરો
Advertisement
પાર્કિગ મુદ્દે વિવાદ થતાં SIએ રસ્તા પર યુવતીને લગાવી દીધી થપ્પડ, પછી યુવતીએ શું કર્યું? જુઓ વીડિયો
આ ઘટનાને વૂમન ડે સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે. યુવતીએ નો પાર્કિગ ઝોનમાં તેમનું સ્કૂટી પાર્ક કરી દીધું ત્યારબાદ વિવાદ સર્જાતા મહિલા SIએ યુવતીને થપ્પડ લગાવી દીધી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
કર્ણાટકના માંડ્યા શહેરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે,. સ્કૂટીમાં સવાર એક યુવતી પોલીસ કર્મી સાથે દલીલ કરી રહી છે. આ સાથે યુવતી મોબાઇલ ફોન પર કોઇ સાથે વાત કરી રહી હતી. યુવતી સ્કૂટી છોડવા તૈયાર ન હતી અને પોલીસકર્મીઓ સાથે દલીલ કરતી જોવા મળે છે.
યુવતીનું કહેવું હતું કે, પોલીસ તેમની પાસેથી દંડ લઇ શકે છે પરંતુ તે સ્કૂટી સીઝ ન કરી શકે.આ સમય દરમિયાન પોલીસ કર્મી સ્કૂટી લેવાની કોશિશ કરે છે. આ દરમિયાન યુવતી સ્કૂટી પર બેસી જાય છે અને જોર જોરથી પોલીસ સામે બૂમો પાડવા લાગે છે. રોષે ભરાયેલા એસઆઇ મહિલાએ યુવતીને થપ્પડ મારી દીધી. ઘટનામાં યુવતી પાસે હેલમેટ પણ નથી જોવા મળી રહ્યું. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
#Karnatakapolice #mandya pic.twitter.com/GB2CTkOW6D
તમામ વાદ વિવાદને દલીલો બાદ પોલીસકર્મી સ્કૂટી સીઝ કરી દે છે. ત્યારબાદ યુવતીને સ્કૂટી સહિત પોલીસ સ્ટેશન લઇ જવામાં આવે છે. જો કે યુવતી વિદ્યાર્થિની હોવાથી અને તેમની ઉંમરને જોતા યુવતીને સ્કૂટી સોંપીને રવાના કરી દેવાઇ છે. આ ઘટના 7 માર્ચની છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને વૂમન ડે સાથે જોડીને જુદી જુદી કમેન્ટ થઇ રહી છે. — Parvez Sagar (@itsparvezsagar) March 9, 2021
">
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion