શોધખોળ કરો
Advertisement
કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષનો મોટો ધડાકો, યેદિયુરપ્પાના ફ્લોર ટેસ્ટ પહેલા 14 MLAને અયોગ્ય કર્યા જાહેર
કર્ણાટક વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 225 છે તેમાંથી કુલ 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા છે. હવે વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 207 થઈ જશે. એટલે કે બહુમતનો આંકડો 104 છે. જ્યારે ભાજપે પોતાના જ 105 ધારાસભ્ય છે.
બેંગલુરુ: કર્ણાટકમાં યેદિયુરપ્પાના નેતૃત્વમાં નવી સરકાર સોમવારે વિધાનસભમાં બહુમત પરીક્ષણ કરે તે પહેલા વિધાનસભા અધ્યક્ષક કેઆર રમેશ કુમારે મોટો નિર્ણય લીધો છે. રાજીનામું આપેલા 14 બાગી ધારાસભ્યોને સભ્યતા રદ્દ કરી દીધી છે. જેમાં કૉંગ્રેસના 11 અને જનતા દળના 3 ધારાસાભ્ય સામેલ છે. આ પહેલા અધ્યક્ષે 3 ધારાસભ્યને અયોગ્ય જાહેર કર્યા હતા. એટલે કે કુલ રાજીનામું આપનાર 17 ધારાસભ્યો અયોગ્ય જાહેર થયા છે.
14 બાગી ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા બાદ અધ્યક્ષ રમેશ કુમારે કહ્યું કે, “મેં કોઈ જ ચાલાકી કે ડ્રામા કર્યો નથી. પરંતુ એકદમ સૌમ્ય રીતે નિર્ણય લીધો છે.”
અયોગ્ય જાહેર કરેલા ધારાસભ્યમાં કોંગ્રેસના બૈરાઢી બસવરાજ, મુનિરત્ન, એસટી સોમશેખર, રોશન બેગ, આનંદ સિંહ, એમટીબી નાગરાજ, બીસી પાટિલ, પ્રતામ ગૌડા, ડૉ, સુધાકર, શિવરામ હેબ્બાર, શ્રીમંઅ પાટિલને અયોગ્ય ઠેરવ્યા છે. આ ઉપરાંત જેડીએસના ત્રણ ધારાસભ્યોને પણ અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. આ ધારાસભ્યોમં કે ગોપાલૈયા, નારાયણ ગૌડા, એ એચ વિશ્વનાથનો સમાવેશ થાય છે.#UPDATE Karnataka Speaker also disqualifies another rebel Congress MLA Shrimant Patil. Total of 14 MLAs including Roshan Baig, Anand Singh, H Vishwanath, ST Somashekhar disqualified https://t.co/pLyZJkOMiw
— ANI (@ANI) July 28, 2019
કર્ણાટક વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 225 છે તેમાંથી કુલ 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા છે. હવે વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 207 થઈ જશે. એટલે કે બહુમતનો આંકડો 104 છે. જ્યારે ભાજપે પોતાના જ 105 ધારાસભ્ય છે. કર્ણાટકમાં સતત બદલાઈ રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા બીએસ,યેદિયુરપ્પાએ શુક્રવારે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેના બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે અમે 29 જુલાઈએ વિશ્વાસ પ્રસ્તાવ મુકીશું.#WATCH Karnataka Assembly Speaker KR Ramesh Kumar breaks down while speaking about senior Congress leader and former Union Minister Jaipal Reddy who passed away earlier today, at the age of 77, in Hyderabad. pic.twitter.com/9mJi7ti76N
— ANI (@ANI) July 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement