શોધખોળ કરો
Advertisement
કાશ્મીરઃ હંદવાડાના લંગેટમાં રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર આતંકવાદી હુમલો, ત્રણ આતંકવાદી ઠાર
નવી દિલ્હીઃ ત્રણ દિવસ પહેલા બારામાલૂના રાષ્ટ્રીય રાઈફલ્સ કેમ્પ પર આતંકવાદી હુમલા બાદ આજે સવારે 6 કલાકે હંદવાડાના લંગેટના રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં વળતો જવાબ આપતા ત્રણ આતંકવાદી ઠાર મરાયા છે.
એક વખત ફરી આતંકવાદીઓએ રાષ્ટ્રીય રાઈફલ્સને નિશાન બનાવ્યું છે. 30 રાઈફલ્સના સેના કેમ્પ પર સવારે 6 કલાકે ફાયરિંગ કરવામાં આવી જેનો જવાબ સેનાના જવાનોએ આપ્યો. સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે અને સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અંદાજે 20 મિનિટ સુધી સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી થઈ.
તમને જણાવીએ કે હંદવાડાનું 30 રાષ્ટ્રીય રાફાઈલનું કેમ્પ બારામૂલાના રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પની પાસે જ આવેલ છે. ત્રણ દિવસ પહેલા આતંકવાદીઓએ બારામૂલાના 46 રાષ્ટ્રીય રાઈફલ કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પણ આતંકવાદી ભાગવામાં સફળ રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement