શોધખોળ કરો
Advertisement
કેજરીવાલે નૈતિકતાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ: શીલા દીક્ષિત
વારાણસી: કોંગ્રેસ નેતા શીલા દીક્ષિતે આજે અરવિંદ કેજરીવાલ પર તેમના મંત્રીમંડળના પૂર્વ સહયોગી સંદીપ કુમારના કથિત સેક્સ સ્કેંડલ મામલે હુમલા કરતા દિલ્લીના મુખ્યમંત્રી પદેથી નૈતિક આધારે રાજીનામું આપી દેવા કહ્યું હતું.
દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રીએ કેજરીવાલ પર દેશને ‘બદનામ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે એક આપત્તિજનક સીડી સામે આવી, જેમાં કુમારને એક મહિલા સાથે આપત્તિજનક અવસ્થામાં દેખાડવામાં આવ્યા છે.
તે કોંગ્રેસના સૂત્રોચ્ચાર ‘27 વર્ષ, યૂપી બેહાલ’ના સૂત્રોચ્ચાર માટે કોંગ્રેસની પ્રચાર અભિયાન ટીમના ભાગરૂપે શહેરમાં હતા. દીક્ષિતે આપ નેતા આશુતોષના એ નિવેદનની પણ નિંદા કરી હતી, જેમાં તેમને કુમારનો બચાવ કરતાં લખ્યું હતું કે, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ અને અટલ બિહારી બાજપેયીના પણ કથિત રીતે અન્ય મહિલાઓ સાથે સંબંધ રહ્યા છે. જે તેમની પારસ્પરિક સહમતિના આધાર પર હતા. જો કે, તેમના ખાનગી જીવનમાં આ રીતના મુદ્દાથી તેમનું રાજનૈતિક જીવન પ્રભાવિત થયું નહોતું.”
દીક્ષિતે કહ્યું કે આ ટિપ્પણી ‘આપણા રાષ્ટ્રપિતાનું અપમાન છે’ અને તેમને કેંદ્ર સરકારથી આપ નેતા વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દેશ
Advertisement