શોધખોળ કરો

Kerala: કેરળમાં 11 મહિલાઓએ 25-25 રૂપિયા ભેગા કરી ખરીદી લોટરીની ટિકિટ, લાગ્યો 10 કરોડ રૂપિયાનો જેકપોટ

મહિલાઓએ થોડા અઠવાડિયા પહેલા 250 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદવા માટે પૈસા એકઠા કરવાનું નક્કી કર્યું હતું

કેરળમાં ઉછીના લીધેલા પૈસાથી 11 મહિલાઓ રાતોરાત કરોડપતિ બની ગઈ છે. આ મહિલાઓ પાસે થોડા અઠવાડિયા પહેલા લોટરીની ટિકિટ ખરીદવા માટે 250 રૂપિયા પણ નહોતા અને હવે તેમને 10 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. જ્યારે મહિલાઓએ થોડા અઠવાડિયા પહેલા 250 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદવા માટે પૈસા એકઠા કરવાનું નક્કી કર્યું ત્યારે તેમના પર્સમાં 25 રૂપિયા પણ નહોતા.

તેમાંથી એકે પોતાનું નસીબ અજમાવવા માટે એક પરિચિત પાસેથી નાની રકમ ઉછીની લીધી હતી. આ 11 મહિલાઓ કેરળના પરપ્પનંગડી મ્યુનિસિપાલિટી હેઠળ હરિત સેનામાં કચરો ઉપાડવાનું કામ કરે છે. આ મહિલાઓએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેઓ એક ક્ષણમાં કરોડપતિ બની જશે. બુધવારે યોજાયેલા ડ્રો બાદ કેરળ લોટરી વિભાગ દ્વારા તેમને 10 કરોડ રૂપિયાના મોનસૂન બમ્પરના વિજેતા જાહેર કરવામાં આવી હતી.

સાથીદારો પાસેથી પૈસા ભેગા કરીને ટિકિટ ખરીદનાર રાધાએ ઉત્સાહમાં કહ્યું હતું કે 'અમે પહેલા પણ પૈસા ભેગા કરીને લોટરીની ટિકિટ ખરીદી છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે અમને કોઇ મોટી લોટરી લાગી હોય. અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે તે ડ્રોની આતુરતાથી રાહ જોઈ રહી હતી, પરંતુ જ્યારે કોઈએ તેને કહ્યું કે પડોશી પલક્કડમાં વેચાયેલી ટિકિટે પ્રથમ ઇનામ જીત્યું છે ત્યારે તેનું હૃદય તૂટી ગયું હતું.

તેણે કહ્યું હતું કે  'જ્યારે ખબર પડી કે અમને જેકપોટ મળી ગયો છે, ત્યારે ઉત્સાહ અને ખુશીનો કોઇ પાર નહોતો. આપણે બધા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને પૈસા આપણી સમસ્યાઓના ઉકેલમાં ઘણી હદ સુધી રાહત આપશે. મહિલાઓને જીવન નિર્વાહ કરવામાં પણ મુશ્કેલ પડી રહી છે. હરિતા કર્મ સેનાના સભ્યોના રૂપમાં તેમને મળતો નજીવો પગાર તેમના પરિવારો માટે એકમાત્ર આવક છે.

હરિતા કર્મ સેના ઘરો અને સંસ્થાઓમાંથી બિન-બાયોડિગ્રેડેબલ કચરો ઉપાડે છે, જેને રિસાયક્લિંગ માટે શ્રેડિંગ એકમોમાં મોકલવામાં આવે છે. નગરપાલિકામાં હરિતા કર્મ સેના કોન્સોર્ટિયમના પ્રમુખ શીજાએ જણાવ્યું હતું કે આ વખતે ભાગ્યએ સૌથી વધુ લાયક મહિલાઓની મદદ કરી છે.  તેમણે કહ્યું કે તમામ વિજેતાઓ ખૂબ જ મહેનતુ છે અને તેમના પરિવાર માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે.

તેમણે કહ્યું હતું કે 'ઘણા લોકોને લોન ચૂકવવાની છે. દીકરીઓના લગ્ન કરાવવાના હોય છે અથવા તો પોતાના પ્રિયજનોની સારવારનો ખર્ચ ઉઠાવવાનો છે. તેઓ જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે લડતા અત્યંત સાદા ઘરોમાં રહે છે. બમ્પર લોટરી વિજેતાઓને અભિનંદન આપવા માટે ગુરુવારે અહીંના મ્યુનિસિપલ ગોડાઉન સંકુલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Embed widget