Kerala Election 2021: કેરલમાં 115 બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ, મેટ્રો મેન ઈ શ્રીધરનને આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
ભારતીય જનતા પાર્ટીએ કેરલમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કેરલમાં ભાજપ 115 બેઠકો પર ઉમેદવાર ઉતારશે. ભાજપે 25 બેઠકો સહયોગી પાર્ટી માટે છોડી છે. ભાજપે મેટ્રો મેન ઈ શ્રીધરનને ટિકિટ આપી છે. તેઓ પલક્કડથી ચૂંટણી લડશે.

ઉમેદવારોના નામની જાહેરાત કરતા ભાજપ નેતા અરૂણ સિંહે કહ્યું કે ઘણા નેતા ભાજપમાં સામેલ થઈ રહ્યા છે, કારણ કે અહીં ખૂબ જ ભ્રષ્ટાચાર છે. તેમણે જણાવ્યું કે કેરલ ભાજપ ચીફ કે સુંદર બે બેઠકો પરથી ચૂંટણી લડશે. ભાજપ રાજ્યમાં ચાર પાર્ટીઓ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહી છે.
ભાજપના સુરેશ ગોપી ત્રિશૂર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હશે, જ્યારે પૂર્વ કેંદ્રીય મંત્રી કે જે અલ્ફોંસ કાંજિરાપલ્લી બેઠનક પરથી ચૂંટણી લડશે. ડૉ અબ્દુલ સલામને ભાજપે તિરૂર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે અને મનીકુતમને માનતાવાણી બેઠક પરથી ટિકિટ આપી છે.
કેરલમાં 140 વિઘાનસભા બેઠકો છે. રાજ્યમાં 6 એપ્રિલે તમામ બેઠકો પર મતદાન થશે. કેરલ સિવાય તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં પણ 6 એપ્રિલે મતદાન થશે. પરિણામ 2મેના રોજ આવશે.
કેરલમાં હાલમાં સીપીઆઈએમની આગેવાનીમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ની સરકાર છે. અહી મુખ્યમંત્રી પિનારાઈ વિજયન છે. ગત ચૂંટણીમાં તેમણે 91 અને કૉંગ્રેસ નેતૃત્વવાળા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને 47 બેઠકો મળી હતી. અહીં બહુમતી માટે 71 બેઠકોની જરુર છે.