‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં વકફ સુધારા બિલ 2025 રજૂ કર્યું હતું. સરકારનું કહેવું છે કે આ સંશોધન બિલ લાવવા પાછળનો તેમનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના સંચાલનમાં સુધારો કરવાનો છે.

કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં વકફ સુધારા બિલ 2025 રજૂ કર્યું હતું. સરકારનું કહેવું છે કે આ સંશોધન બિલ લાવવા પાછળનો તેમનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના સંચાલનમાં સુધારો કરવાનો છે. જ્યારે મુસ્લિમ નેતાઓ, મૌલવીઓ અને વિપક્ષી પક્ષો આ સંશોધન બિલનો વિરોધ કરી રહ્યા છે અને તેને 'ગેરબંધારણીય' ગણાવી રહ્યા છે.. તેમનો દાવો છે કે આના દ્વારા સરકાર મિલકતોમાં વક્ફ બોર્ડની દખલગીરીનો અંત લાવવા માંગે છે અને તેમની પાસેથી મસ્જિદો, મદરેસા અને અન્ય મિલકતો છીનવી લેવા માંગે છે.
🚨 MASSIVE NEWS BREAK
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 2, 2025
Any govt property IDENTIFIED or DECLARED as Waqf property, before or after the commencement of this ACT, shall not be DEEMED to be a Waqf Property 🔥
— Waqf Amendment Bill taken up for Consideration & PASSING in Lok Sabha. pic.twitter.com/QdK4cEWSln
સરકારે આ દાવાઓ અને આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વારંવાર કહ્યું છે કે સરકારનો વકફ મિલકતો પર નિયંત્રણ મેળવવાનો કોઈ ઈરાદો નથી અને વિપક્ષ આ બિલ પર મુસ્લિમ સમુદાયને ગેરમાર્ગે દોરી રહ્યો છે. એકંદરે, વકફ સુધારા બિલ વિવાદનો વિષય રહે છે.
સંશોધન બિલમાં રજૂ કરાયેલા પ્રસ્તાવ અનુસાર, આ બિલ લાગુ થયા અગાઉ કે બાદમાં મકફ સંપત્તિના રૂપમા ઓળખવામાં આવેલી અથવા જાહેર કરાયેલી કોઇ પણ સરકારી સંપત્તિ વકફ સંપત્તિ માનવામાં આવશે નહીં. જોકે આ નિર્ણય કલેક્ટર દ્ધારા નક્કી કરવામાં આવશે. વકફ ટ્રિબ્યૂનલ દ્ધારા નહીં.
અગાઉ વકફ મિલકતોનો સર્વે સ્વતંત્ર સર્વે કમિશનર દ્વારા કરવામાં આવતો હતો પરંતુ નવા સુધારા હેઠળ આ કાર્ય જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું છે. વિરોધીઓને ડર છે કે આનાથી રાજકીય હસ્તક્ષેપ વધશે અને નિષ્પક્ષતા પર અસર પડશે. આ સુધારામાં વકફ ટ્રિબ્યુનલમાં મુસ્લિમ કાયદાના નિષ્ણાતને ફરજિયાત ન બનાવવાનો પ્રસ્તાવ છે. આના કારણે વકફ સંબંધિત બાબતોમાં યોગ્ય ન્યાયિક સમજણનો અભાવ હોવાનો ભય છે. અગાઉ વક્ફ ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ માનવામાં આવતો હતો, પરંતુ સુધારા પછી હાઇકોર્ટમાં અપીલ કરવાની મંજૂરી છે. આનાથી વકફ સંબંધિત કેસોમાં કાનૂની પ્રક્રિયા લાંબી અને જટિલ બની શકે છે.
સરકાર વકફ મિલકતોના સર્વેક્ષણ માટે કલેક્ટરની નિમણૂક કરશે. પહેલા આ કામ સર્વે કમિશનર દ્વારા કરવામાં આવતું હતું. જિલ્લા કલેક્ટર હાલની મહેસૂલ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને સર્વેક્ષણ કરશે. બોર્ડે મિલકતનું રજીસ્ટ્રેશન કલેક્ટર ઓફિસમાં કરાવવું પડશે. કલેક્ટરે આ માહિતી રાજ્ય સરકારને આપવાની રહેશે. સરકાર પાસેથી પરવાનગી મળ્યા પછી જ વક્ફ બોર્ડ મિલકતનો કબજો લઈ શકશે. વકફ દસ્તાવેજો વિના કોઈપણ મિલકતનો દાવો કરી શકશે નહીં. અત્યાર સુધી વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને કોર્ટમાં પડકારી શકાતો ન હતો. નવા બિલમાં નિર્ણયને પડકારવાની જોગવાઈ કરવામાં આવી છે. વકફ કોઈપણ મિલકતને પોતાની મિલકત તરીકે જાહેર કરી શકશે નહીં. આ માટે કાયદાની કલમ 40 નાબૂદ કરવામાં આવશે. વકફ ડીડ હેઠળ કોઈપણ મિલકતનું દાન કરી શકાતું નથી. ફક્ત તે મુસ્લિમો જે ઓછામાં ઓછા 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરે છે તેઓ જ મિલકતનું દાન કરી શકશે.
આ બિલમાં સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને રાજ્ય વક્ફ બોર્ડની રચનામાં ફેરફાર કરીને બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ છે. તેનો ઉદ્દેશ્ય આ સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ વધારવાનો છે. તેમાં બે મુસ્લિમ મહિલાઓ અને બિન-મુસ્લિમ સમુદાયના બે લોકોને સમાવવાનો પ્રસ્તાવ છે. આ બિલ સ્પષ્ટ કરે છે કે જો કોઈ સરકારી મિલકત વકફ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે, તો તેને હવે વકફ મિલકત ગણવામાં આવશે નહીં. માલિકી અંગે કોઈ શંકા હોય તો, જિલ્લા કલેક્ટર નિર્ણય લેશે અને મહેસૂલ રેકોર્ડ અપડેટ કરશે.
આ બિલ વકફ ટ્રિબ્યુનલની રચનામાં ફેરફાર કરે છે અને મુસ્લિમ કાયદાના નિષ્ણાતની જરૂરિયાતને દૂર કરે છે. નવા માળખામાં અધ્યક્ષ તરીકે વર્તમાન અથવા ભૂતપૂર્વ જિલ્લા અદાલતના ન્યાયાધીશ હશે અને અન્ય સભ્ય રાજ્ય સરકારના વર્તમાન અથવા ભૂતપૂર્વ સંયુક્ત સચિવ સ્તરના અધિકારી હશે. આ બિલ વક્ફ ટ્રિબ્યુનલના આદેશો સામે 90 દિવસની અંદર હાઇકોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપે છે, જ્યારે અગાઉ ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ માનવામાં આવતો હતો. ફરિયાદી ટ્રિબ્યુનલના નિર્ણયને સિવિલ કોર્ટ અને હાઈકોર્ટમાં પડકારી શકતા ન હતા. આ સુધારા બિલનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના સંચાલનને આધુનિક બનાવવા, વધુ સારી દેખરેખ સુનિશ્ચિત કરવા અને વકફ સંસ્થાઓમાં સમાવેશકતાને પ્રોત્સાહન આપવાનો છે.
આ બિલમાં વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ છે. વિરોધીઓનું કહેવું છે કે તેનાથી વકફ મેનેજમેન્ટની સ્વાયત્તતાને નુકસાન થશે અને ધાર્મિક બાબતોમાં બહારની દખલગીરી વધશે. બિલમાં કરવામાં આવેલા સુધારાઓ વકફ મિલકતોના દેખરેખ અને વહીવટમાં સરકારની ભૂમિકામાં વધારો કરી શકે છે, જે વકફ બોર્ડની સ્વતંત્રતાને અસર કરી શકે છે.
ઘણા મુસ્લિમ સંગઠનો અને નેતાઓ માને છે કે આ બિલ વક્ફ બોર્ડની સ્વાયત્તતાને નબળી પાડીને લઘુમતીઓના ધાર્મિક અને મિલકતના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. વિરોધીઓ માને છે કે આ સુધારાઓ સરકારને વકફ મિલકતોના સંચાલનમાં સીધી દખલ કરવાની તક આપશે, જેનાથી રાજકીય લાભ મેળવવાની શક્યતા વધી શકે છે.





















