શોધખોળ કરો
Advertisement
ભાજપના સાંસદ સોમૈયાએ ‘સામના’ પર કર્યો માનહાનિનો કેસ, માગ્યા એક કરોડ
મુંબઈ: ભાજપના સાંસદ કિરીટ સોમૈયા અને શિવસેના વચ્ચેનો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. કિરીટ સોમૈયાએ શિવસેનાના મુખપત્ર સામના પર ખોટી ખબર છાપવા માટે એક કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાના વિષે છપાયેલા ખોટા અહેવાલથી નારાજ સોમૈયાએ માનહાનિનો કેસ કર્યો છે. મુંબઈ હાઈકોર્ટમાં સોમૈયા તરફથી કરાયેલા આ કેસની સુનાવણી આવતા અઠવાડિયે શરૂ થશે. સોમૈયાએ સામનાના સંપાદક અને શિવસેના સાંસદ સંજય રાઉત સાથે સામાજિક કાર્યકર્તા કલ્પના ઈનામદાર પાસે વળતર માટે એક કરોડની માગ કરી છે.
શિવસેનાએ સામનામાં 15 અને 21મે ના રોજ સોમૈયા વિરૂદ્ધ ખબર છાપી હતી. જે પછી સોમૈયાએ સામનાને નોટિસ આપીને 48 કલાકમાં માફીનામું છાપવા માટે કહ્યું હતું. જો કે સામનાએ દાવો કર્યો હતો કે આ ખબર કલ્પના ઈનામદારના ખુલાસાના આધારે છાપવામાં આવી હતી.
કિરીટ સોમૈયાના દાવો છે કે કલ્પના ઈનામદાર વિરૂદ્ધ પોલીસમાં ઘણી ફરિયાદો થઈ છે. અને તેમણે જાણી-જોઈને મારી વિરૂદ્ધ ખોટી જાણકારી આપી મારા પરિવારને બદનામ કરી રહ્યા છે.
હવે જોવાનું એ રહેશે કે કિરીટ સોમૈયા અને શિવસેનાની સીધી જંગનું શું પરિણામ આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion