(Source: ECI/ABP News/ABP Majha)
કેકેના નિધનના કારણની શંકાઓ પર પુર્ણવિરામ, પ્રાથમિક પોસ્ટમોર્ટ રિપોર્ટમાં મૃત્યુનું કારણ જાણવા મળ્યું
KK's Death Updates: IANSના અહેવાલ મુજબ, વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને રાસાયણિક વિશ્લેષણ 72 કલાક પછી જ ઉપલબ્ધ થશે.
KK's Death Updates: લોકપ્રિય પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ KKનું ગઈકાલે મંગળવારે અવસાન થયું છે. કોલકાતામાં એક સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન તબિયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે, ત્યાર બાદ કેકેના ચહેરા અને માથાના ભાગે ઈજાઓ જોવા મળતાં કોલકાતા પોલીસે અગાઉ અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.
કેકેના મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જો કે, આ પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ 72 કલાક પછી જ જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ "સામાન્ય" (કુદરતી) હોવાનું જણાવવામાં આવ્યું છે અને કંઈ અજુગતું થયું હોવાનો ઉલ્લેખ નથી.
IANSના અહેવાલ મુજબ, વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને રાસાયણિક વિશ્લેષણ 72 કલાક પછી જ ઉપલબ્ધ થશે. કોલકાતા પોલીસને બુધવારની મોડી બપોરે સરકારી એસએસકેએમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો હતો. આ મેડિકલ કોલેજના ડોક્ટરોએ કેકેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.
પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, કેકેના મૃત્યુ થવાનું કારણ સંકોચાયેલી ધમનીઓ હોઈ શકે છે. આમ હ્રદયની નળીઓ બંધ થઈ જવાના કારણે કાર્ડિયાક એરેસ્ટથી કેકનું નિધન થયું હોવાનું પ્રાથમિક પોસ્ટમોર્ટમાં જણાવાયું છે. જોકે અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.