ગાંધીનગરઃ VCE કર્મચારીઓએ 22 દિવસ બાદ હડતાળ સમેટી, જાણો સરકારે કર્મચારીઓને શું ચિમકી આપી
રાજ્યમાં ઘણા સમયથી ચાલી રહેલી VCE (વિલેજ કમ્પ્યુટર ઓપરેટર) કર્મચારીઓની હડતાળ હવે સમેટાઇ ગઈ છે.
રાજ્યમાં ઘણા સમયથી ચાલી રહેલી VCE (વિલેજ કમ્પ્યુટર ઓપરેટર) કર્મચારીઓની હડતાળ હવે સમેટાઇ ગઈ છે. 22 દિવસની હડતાળ બાદ પણ સરકારે મચક ના આપતાં હવે હડતાળ સમેટવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારે આ કર્મચારીઓને સરકારે ચિમકી આપી હતી કે, જો તમે હડતાળ નહી સમેટી તો તેમને નોકરી પરથી છુટા કરી દેવામાં આવશે. સરકારની આ ચિમકી બાદ VCE કર્મચારીઓએ તેમની હડતાળ સમેટી લીધી છે. જો કે સરકારે VCE કર્મચારીઓને તેમને મળતા કમિશનમાં વધારો કર્યો છે અને 5 રુપીયા કમિશન વધારવાનો નિર્ણય કર્યો છે.
કર્મચારીઓની આ હતી માંગણીઓઃ
રાજ્યમાં 11,000થી વધુ વિલેજ કમ્પ્યુટર ઓપરેટર ગ્રામપંચાયતમાં ફરજ બજાવે છે. VCE કર્મચારીઓએ એવી માગણીઓ સાથે હડતાળ શરુ કરી હતી કે, સરકાર તેમને સામાન્ય કમિશન આપે છે, અને તે પણ નિયમિત નથી મળતું. જેથી કરીને આ કર્મચારીઓને નિયત પગાર ધોરણ પર લેવા, નોકરીની સુરક્ષા આપવી તેમજ સરકારી લાભો આપવા સહિતની માગણી કરાઈ હતી. ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક (ઓપરેટર) મંડળના મહામંત્રીએ હડતાળ સમયે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં પણ આ માંગણીઓ આંદોલન કર્યું હતું ત્યારે સરકારે ખાતરી આપી હતી પરંતું હજુ પણ પ્રશ્નો ઉકેલાયા નથી.
સાબરકાંઠા: રેડ કરવા ગયેલી પોલીસ પર ફાયરિંગ,એલસીબી અને એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે
સાબરકાંઠા: પોશીનામાં પોલીસકર્મી પર ફાયરિંગની ઘટના સામે આવી છે. પોશીનાના ગૌરી ગામે ૩ પોલીસકર્મી પર ફાયરીંગ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પોશીનાના કાલીકંકરનાં ગૌરી ફળોમાં કાર્યવાહી કરવા ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. ગૌરી ગામે રેડ કરવા ગયેલ પોલીસ પર પહેલાથી જ સંતાડેલ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે.
દેશી બંદૂક વડે ફાયરીંગ કરતા એક પોલીસ કર્મીને પગમાં ઈજા પહોંચી જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. હાલમાં ઘાયલ પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત આજુબાજુની પોલીસને ખડકી દેવામાં આવી છે. આરોપીએ જાણો પોલીસને ખુલો પડકાર ફેંક્યો હોય તેમ હુમલ કર્યો છે.