શોધખોળ કરો
ક્યાં સુધી પહોંચી કોરોના વેક્સીનની શોધ ? જાણો દુનિયાના 5 મોટા દાવાનું અપડેટ
વિશ્વની 138 કંપનીઓ પ્રી ક્લિનિક્લ સ્ટેજ પર વેક્સીનનું ટ્રાયલ કરી રહી છે. પ્રથમ તબકકામાં 17 કોરોના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

નવી દિલ્હીઃ કોરોના સામે રક્ષણ આપતી રસી ક્યારે આવશે તેને લઈ દરેકના મનમાં સવાલ છે. કારણકે રસી જ આ રોગનો એકમાત્ર ઈલાજ છે. વિશ્વમાં હાલ 200 કંપનીઓ કોરોના વાયરસની વેક્સીન શોધવામાં લાગી છે. ભારતમાં પણ કોરોનાની રસીને લઈ માનવ પરીક્ષણ શરૂ થઈ ગયું છે. વિશ્વના તમામ દેશ વેકસીનને લઈ મોટા દાવા કરી રહ્યા છે. પરંતુ તેમાંથી પાંચ મોટા દાવેદાર અંગે જાણીએ. પ્રથમ દાવોઃ રશિયાની સેચેનોવ યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે ક્લિનિકલ ટ્રાયલ પૂરું થઈ ચુક્યું છે. બીજો દાવોઃ ચીનની કંપની સાઇનોવૈકનો દાવો છે કે ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્રીજો દાવોઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટી બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરી રહી છે. ચોથો દાવોઃ કેનસિનો બાયોલોજિક્સનું ફેઝ-2 ટ્રાયલ પૂરું થઈ ગયું છે. પાંચમો દાવોઃ મોડર્નાનું પણ બીજા તબક્કાનું ટ્રાયલ પૂરું થઈ ગયું છે. વિશ્વની 138 કંપનીઓ પ્રી ક્લિનિક્લ સ્ટેજ પર વેક્સીનનું ટ્રાયલ કરી રહી છે. પ્રથમ તબકકામાં 17 કોરોના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. બીજા તબક્કામાં 9 વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને ત્રીજા તબક્કામાં ત્રણ વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આમાંથી વેક્સીન વેચવાની મંજૂરી હજુ કોઈને મળી નથી. માર્કેટમાં વેક્સીન વેચવની મંજૂરી લેવા તેમણે છઠ્ઠા તબક્કા સુધી પહોંચવું પડશે. કેટલા તબક્કામાં થાય છે ટ્રાયલ 1. રિસર્ચ 2. પ્રી ક્લિનિક્લ ટ્રાયલ 3. ક્લિનિક્લ ટ્રાયલ 4. મંજૂરી 5. ઉત્પાદન 6. ક્વોલિટી કંટ્રોલ હાલ મોટા ભાગની કંપનીઓ ત્રીજા તબક્કા ક્લિનિક્લ ટ્રાયલ સુધી પહોંચી ગઈ છે. ક્લિનિકલ ટ્રાયલમાં પણ ત્રણ તબક્કા હોય છે. પ્રથમ તબક્કામાં 100થી ઓછા લોકો પર ટ્રાયલ કરવામાં આવે છે. બીજા તબક્કામાં તેનાથી વધારે અને ત્રીજા તબક્કામાં હજારો લોકો પર વેક્સીનની ટ્રાયલ થાય છે.
વધુ વાંચો





















