શોધખોળ કરો
Advertisement
ભારતમાં નેતાઓની કમાણી દિવસે ન વધે એટલી રાતે વધી રહી છે, કરપ્શન ઇન્ડેક્સમાં ભારત 80માં ક્રમ પર
નેતાઓની સંપત્તિનાં વધારાના આંકડો તો જાહેરમાં છે પરંતુ આ સંપત્તિ કેવી રીતે વધી તેના વિશે કોઈને નથી ખબર.
નવી દિલ્હીઃ ભારતમાં રાજનીતિક સૌથી શાનદાર રોકાણ ગણાય છે. ભારતમાં હવે રાજનીતિના બે પાસા છે. વ્યક્તિ પૈસાદાર હોય તો સરળતાથી નેતા બની શકે છે અને પૈસાદાર ન હોય તો નેતા બન્યા બાદ સરળતાથી પૈસા કમાઈ શકે છે. બિહારમાં ગઈકાલે વિધાનસભાના પ્રથમ તબક્કા માટે મતદાન થયું. પ્રથમ તબક્કામાં 1066માંથી 375 એટલે કે 35 ટકા કરોડપતિ ઉમેદવાર છે. એક ઉમેદવારની સરેરાશ સંપત્તિ અંદાજે 2 કરોડ રૂપિયા છે. બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસસને એક વર્ષમાં 1.44 કરોડ રૂપિયાનો પગાર મળે છે. તેનાથી વધારે સરેરાશ સંપત્તિ તો બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની છે.
ભારતમાં રાજનીતિ સૌથી વધારે સારું રોકાણ શા માટે ગણવામાં આવે છે
રાજનીતિમાં નેતાઓની સંપત્તિી દિવસે બે ગણી તો રાત્રે ચાર ગણી વધે છે. વર્ષ 2019માં ફરી લોકસભા ચૂંટણી લડનાર ભાજપના 170 સાંસદોની સંપત્તિ 13 કરોડથી 17 કરોડ રૂપિયા સુધી વધી. 5 વર્ષમાં શિરોમણી અકાલી દલના બે સાંસદોની સંપત્તિ સરેરાશ 115 કરોડ રૂપિયા સુધી વધી ઈ. આ જ રીતે એનસીપીના 4 સાંસદોની સંપત્તિ 102 કરોડ રૂપિયા સુધી વધી અને કોંગ્રેસના 38 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 60 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો.
નેતાઓની સંપત્તિનાં વધારાના આંકડો તો જાહેરમાં છે પરંતુ આ સંપત્તિ કેવી રીતે વધી તેના વિશે કોઈને નથી ખબર.
આ આંકડા પર પણ નજર કરોर
રાજ્યસભામાં 203 એટલે કે 89 ટકા સાંસદ કરોડપતિ છે.
રાજ્યસભામાં એ કાંસસદની સરેરાશ સંપત્તિ 67 કરોડ રૂપિયા છે.
આ જ રીતે લોકસભામાં પણ 475 એટલે કે 88 ટકા સાંસદ કરોડપતિ છે.
અહીં એક સાંસદની સરેરાશ સંપત્તિ 93 કરોડ રૂપિયા છે.
આટલી ઝડપી ગતિએ જો કોઈ સામાન્ય વ્યક્તિની સંપત્તિમાં વધારો થઈ જાય તો ઇનકમ ટેક્સ વિભાગ તેને તરજ નોટિસ મોકલીને જવાબ માગે. જવાબ ન આપવા પર કાર્રવાઈ પણ કરે, પરંતુ નેતાઓની સાથે આવું નથી થતું, કારણ કે આપણા દેશમાં સામાન્ય વ્યક્તિ અને નેતા બન્ને માટે કાયદા અલગ અલગ છે અને તેનું એક મોટું કારણ છે ભ્રષ્ટાચાર પણ છે. માટે અમેરિકા, ઇંગ્લેન્ડ અને ભારતના ભ્રષ્ટાચારમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે.
કરપ્શન ઇન્ડેક્સમાં 198 દેશમાં અમેરિકા 23માં નંબર પર છે.
યૂકે 12માં નંબર પર છે.
અને ભારત 80માં નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement